ગુજરાતમાં હવે ભગવાન પણ નથી સલામત! 3 વર્ષમાં આશરે 5 કરોડ રૂપિયાની ચોરી
Gujarat Temple Robbery : ગુજરાતમાં ગુનાખોરીનો આંકડો સતત વધી રહ્યો છે. ચોર એટલા બેખોફ થઇ ચુક્યા છે કે, પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ચોરી કે ધાડ પાડે છે. ચોરને હવે પોલીસનો ભય તો નથી પરંતુ ભગવાનનો પણ ભય ન હોય તે પ્રકારનાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. હાલમાં જ પાવાગઢ મંદિરમાં ચોરીની ઘટના બની હતી. ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે, શક્તિપીઠમાં ચોરી થઇ હોય. આ ઘટનાને કારણે સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો : Pavagadh Temple: પાવાગઢના ઇતિહાસમાં પ્રથમવાર નિજ મંદિરમાં ચોરીનો પ્રયાસ! વાંચો આ અહેવાલ
કોંગ્રેસ દ્વારા સરકાર પર ચાબખ વિંઝવામાં આવ્યા
કોંગ્રેસ પણ આ મામલે આક્રામક હતી. કોંગ્રેસ દ્વારા ગુજરાતના મંદિરોમાં ચોરીના આંકડાઓ રજુ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા રજુ કરાયેલા આંકડા અનુસાર ગુજરાતમાં કૂલ 501 મંદિરોમાં ચોરી થઇ છે. આ ચોરીની રકમ કૂલ 5 કરોડની આસપાસ છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતના નાગરિકો તો જરા પણ સુરક્ષીત નથી. પરંતુ હવે ભગવાન પણ સલામત નથી. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં મંદિરમાં ચોરીના કિસ્સાઓ વધ્યા છે. ત્રણ વર્ષમાં મંદિરોમાં ચોરીના મુદ્દામાલની કિંમત 4,93,72,247 થાય છે. હિન્દુત્વની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં જ ભગવાન કે મંદિર સલામત નથી. છેલ્લા ત્રણ વર્ષમાં મંદિરમાં ચોરીની વિવિધ 501 ઘટના બની છે.
આ પણ વાંચો : પવિત્ર યાત્રાધામ Pavagadh મંદિરનું કરાયું શુદ્ધિકરણ, આવતીકાલથી ભક્તો કરી શકશે દર્શન
મંદિરોની રક્ષા માટે સ્પેશિયલ ફોર્સ રચવાની માંગ
કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી કે, મંદિરોની સુરક્ષા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે. હિરેન બેંકરે કહ્યું કે, શક્તિપીઠ પાવાગઢ સહિત રાજ્યના અનેક ધાર્મિક સ્થળો પર ચોરી અને ધાડની ઘટનાઓ બની છે. ચોર રાજ્યમાં બેફામબન્યા છે. તેઓ પોલીસ કે માનવ તો ઠીક પરંતુ ભગવાનની પણ શેહ શરમ રાખ્યા વગર ચોરી કરે છે. હિન્દુત્વની દુહાઇ દેતી સરકાર હિન્દુ મંદિરોની રક્ષા કરવામાં જ નિષ્ફળ રહી છે.
આ પણ વાંચો : Pavagadh જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વનાં સમાચાર, આ સમયે મંદિર રહેશે બંધ!
ગુજરાતમાં મંદિરોમાં ચોરીના ડરામણા આંકડા
ગુજરાતમાં વર્ષ 2020-21 માં 151 મંદિરોમાં ચોરીની ઘટના બની. 2021-22 માં 178, 2022-23 માં 172 આમ કૂલ 501 ચોરી અને કૂલ 5 કરોડની આસપાસનો મુદ્દામાલ ચોરાયાના આંકડા ઓન રેકોર્ડ બોલે છે. આ ખુબ જ ચિંતાજનક બાબત છે. મંદિર સંકુલોને સલામતીના નામે સરકાર માત્ર સીસીટીવી લગાવીને દંભ કરી રહી છે. કરોડો લોકોની આસ્થા સાથે સ્પષ્ટ રીતે રમત ચાલી રહી છે. બહેન દિકરીઓ પણ હવે રાજ્યમાં સલામત નથી.