Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indian Coast Guard દ્વારા શિવરાજપુર બીચ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 15 (ઉત્તર ગુજરાત) દ્વારા "સ્વચ્છ સમુદ્ર, સુરક્ષિત સમુદ્ર"ના સૂત્ર સાથે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)ના સંકલનમાં દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ ખાતે 21 મે 2023ના રોજ સમુદ્રતટીય સ્વચ્છતા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતના આયોજન પાછળ...
indian coast guard દ્વારા શિવરાજપુર બીચ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 15 (ઉત્તર ગુજરાત) દ્વારા "સ્વચ્છ સમુદ્ર, સુરક્ષિત સમુદ્ર"ના સૂત્ર સાથે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)ના સંકલનમાં દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ ખાતે 21 મે 2023ના રોજ સમુદ્રતટીય સ્વચ્છતા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતના આયોજન પાછળ જનભાગીદારી અને સમુદ્રી પ્રદૂષણ નિવારણ તેમજ સ્વસ્થ મહાસાગરો માટે ટકાઉક્ષમ જીવનશૈલી અપનાવવા અંગે જનજાગૃતિને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ હતો.

Advertisement

ઓખા સ્થિત તમામ ફ્લોટિંગ અને સમુદ્રકાંઠાના એકમોમાં કાર્યરત ભારતીય તટરક્ષક દળના તમામ અધિકારીઓ અને કર્મીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ટાટા કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, મીઠાપુર અને મહિલા વિકાસ મંડળ, રાજકોટના પ્રતિનિધિઓ સાથે મળીને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કવાયત દરમિયાન અંદાજે 950 કિલો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ નિકાલ માટે દ્વારકાની નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો.

Advertisement

ICG "સ્વચ્છ ભારત અભિયાન" પ્રત્યે પ્રતિબદ્ધ છે જેનો ઉદ્દેશ્ય સમુદ્ર કિનારાને સુઘડ અને સ્વચ્છ રાખવા અને સમુદ્રી પર્યાવરણને પ્રદૂષિત ટાળવા માટે સ્થાનિક લોકોને શિક્ષિત અને પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓમાં 250 કર્મચારીઓની અસરકારક સહભાગિતા જોવા મળી હતી, જેનાથી આ પ્રદેશમાં હિતધારકો વચ્ચે સહયોગ વધારવા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : આર્મી કમાન્ડર, દક્ષિણ કમાન્ડે અમદાવાદ કેન્ટેનમેન્ટની મુલાકાત લીધી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.