Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પથ્થરમારાની ઘટના મામલે SHAKTISINH GOHEL એ પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો ઉઠાવ્યા!

સદનમાં રાહુલ ગાંધી દ્વારા હિંદુ વિરોધી નિવેદન આપવામાં આવ્યું હતું.જેને લઈને અનેક જગ્યાએ રાહુલ ગાંધીનો વિરોધ કરતા પ્રદર્શનો થયા.ખાસ કરીને વાત કરવામાં આવે તો,ગુજરાતમાં પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં અમદાવાદના કોંગ્રેસ મુખ્યાલય નજીક વિરોધ કરવા પહોંચેલા ભાજપ...
11:17 PM Jul 03, 2024 IST | Harsh Bhatt

સદનમાં રાહુલ ગાંધી દ્વારા હિંદુ વિરોધી નિવેદન આપવામાં આવ્યું હતું.જેને લઈને અનેક જગ્યાએ રાહુલ ગાંધીનો વિરોધ કરતા પ્રદર્શનો થયા.ખાસ કરીને વાત કરવામાં આવે તો,ગુજરાતમાં પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં અમદાવાદના કોંગ્રેસ મુખ્યાલય નજીક વિરોધ કરવા પહોંચેલા ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી.આ મામલે હવે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.હવે તેમણે ભાજપ અને કોંગ્રેસના અથડામણના મામલે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

SHAKTISINH GOHEL એ પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો ઉઠાવ્યા

કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જુથ અથડામણના કારણે હવે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. રાહુલ ગાંધીના સદનમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદનની અસર ગુજરાત સુધી દેખાઈ છે. હવે આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાની વાત લોકો સમક્ષ મૂકી છે. તેમણે આ મુદ્દા ઉપર પોલીસની કામગિરિ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, પોલીસે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા પહોચેલા ભાજપના કાર્યકરોની મદદ કરી હતી.ભાજપના કાર્યકર્તાઓએ કાર્યાલયની સામે આવી સુત્રોચાર કર્યા અને પથ્થર મારો કર્યો હતો. વધુમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, પોલીસે પત્થરમારો કરતાં લોકોને પકડવાને બદલે તેઓ કોંગ્રેસના કાર્યાલયમાં ઘૂસી ગયા હતા.

'કોંગ્રેસે લેખીત આપેલી અરજીની હજુ ફરિયાદ થઇ નથી' - SHAKTISINH GOHEL

વધુમાં તેમણે ધારાસભ્ય શૈલેષ પરમારની અટકાયત કરી હોવાના મુદ્દે પણ વાત કહી હતી. વધુમાં તેમણે પોલીસ ઉપર પ્રશ્નો કરતાં કહ્યું હતું કે, પોલીસ ભાજપની નોકર નથી.તેમણે કહ્યું, ભાજપે પથ્થર મારો કર્યો અને એમનો કાર્યકર ઘવાયો એની ફરિયાદ લેવાઇ પરંતુ કોંગ્રેસે લેખીત આપેલી અરજીની હજુ ફરિયાદ થઇ નથી.ઉલ્ટાનું ચોર કોટવાલને દંડે એમ ભાજપના બદલે કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરાઇ છે.શક્તિસિંહએ અંતમાં કહ્યું કે, અમે અંગ્રેજોની લાઠી ગોળીની નથી ડર્યા તો તમારાથી શુ ડરીશુ.

આ પણ વાંચો : BHARUCH : દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસની ઉઘરાણીના સંખ્યાબંધ CCTV ફૂટેજ આવ્યા સામે

Tags :
AhmedabadBJP vs congressCongressGujarat PoliceINCpm modiPoliticsrahul-gandhiSHAKTISINH GOHELSocial Media
Next Article