BJP પ્રદેશ અધ્યક્ષ C.R.Patil ની હાજરીમાં કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા
લોકસભાની ચૂંટણી આ વર્ષે યોજાવા જઈ રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) તૈયારીઓમાં ખૂબજ આગળ જોવા મળી રહી છે. અને લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશમાં કવાયત તેજ કરી છે.
કમલમ ખાતે વેલકમ પાર્ટીનું આયોજન
લોકસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે પાર્ટીએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. જેને લઈને આજે સોમવારે ગાંધીનગરમાં આવેલ પાર્ટી કાર્યાલય કમલમ (Kamalam) ખાતે વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જે હેઠળ પૂર્વ ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ પૂર્વ સભ્યો સહિતના આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત
અહીં આ ગાંધીનગર ખાતે કમલમમાં આયોજિત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બધા નેતાઓને ભાજપમાં જોડતી વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો #kamlam #gandhinagar #bjp #LoksabhaElections2024 #crpatil #gujaratfirst@CRPaatil @sanghaviharsh @HMOIndia @PMOIndia @CMOGuj @BJP4Gujarat @BJP4India @AmitShah @narendramodi @Bhupendrapbjp @InfoGujarat @vishvek11 pic.twitter.com/C4NbebJtkO
— Gujarat First (@GujaratFirst) January 29, 2024
જિ. પંચાયત સહિત 1500 કાર્યકરો BJP માં જોડાયા
જામજોઘપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાયા છે. ડભોઇના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ફરી ભાજપમાં જોડાયા છે. સાથે જ કોંગ્રેસ OBC સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. અને વટવાના કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ ગઢવી પણ ભાજપમાં જોડાયા છે.
BJP એ આપેલા તમામ વચનોને પુરા કર્યા
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમના સંબોધનમાં કહ્યું કે, ગુજરાતની પ્રગતિ દ્વારા દેશની પ્રગતિ છે. અને આ 10 વર્ષમાં દેશમાં ખૂબ જ સારો વિકાસ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ આપેલા બધા જ વચનો પાર્ટીએ પૂરા કર્યા છે. એનું જ એક ઉદાહરણ છે કે થોડા દિવસો પહેલા જ આખો દેશ રામમય બન્યા હતા. જેમાં દુનિયાના શ્રેષ્ઠ મંદિરો પૈકી રામ મંદિરનું નિર્માણ થયું છે.
આ પણ વાંચો - Rajya Sabha : ગુજરાત સહિત 15 રાજ્યોની 56 બેઠકો પર યોજાશે ચૂંટણી