Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબર ડેરીમાં ચેરમેનના PA અને DRIVER ભરતીમાં સગાવાદ આચરાયો હોવાનો ગંભીર આક્ષેપ

અહેવાલ - યશ ઉપાધ્યાય સાબરકાંઠા - અરવલ્લી જિલ્લા માટે ખેડૂતોની જીવાદોરી સમાન સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સાબર ડેરીમાં ભ્રષ્ટાચાર અને સગાવાદે ભરડો લીધો હોવાનો આક્ષેપ કરી જુના ડિરેક્ટરે પોતાના સગાઓને ભ્રષ્ટાચાર આદરી કોઈપણ પ્રકારની જાહેરાત વગર નોકરીએ ગોઠવી દીધા હોવાની...
સાબર ડેરીમાં ચેરમેનના pa અને driver ભરતીમાં સગાવાદ આચરાયો હોવાનો ગંભીર આક્ષેપ

અહેવાલ - યશ ઉપાધ્યાય

Advertisement

સાબરકાંઠા - અરવલ્લી જિલ્લા માટે ખેડૂતોની જીવાદોરી સમાન સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સાબર ડેરીમાં ભ્રષ્ટાચાર અને સગાવાદે ભરડો લીધો હોવાનો આક્ષેપ કરી જુના ડિરેક્ટરે પોતાના સગાઓને ભ્રષ્ટાચાર આદરી કોઈપણ પ્રકારની જાહેરાત વગર નોકરીએ ગોઠવી દીધા હોવાની રજૂઆત વાસણા દૂધ મંડળીના ચેરમેનએ રાજ્યના સહકારી વિભાગના રજીસ્ટ્રાર સહિત જિલ્લા રજીસ્ટ્રારને કરવામાં આવતા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

ચેરમેને ભોગીભાઈ પટેલના સાળાના દીકરાની વગર જાહેરાતે પાછલા બારણેથી બોર્ડમાં ઠરાવ કરી ભરતી કરી દીધી

Advertisement

જિલ્લાની વાસણા દૂધ મંડળીના ચેરમેન રણજીતસિંહ એન. સોલંકીએ કરેલી લેખિત રજૂઆત મુજબ સાબર ડેરીમાં ચેરમેનના પી.એ તરીકે ડેરીમાં ફરજ બનાવતા સિનિયર કર્મચારીઓની ભરતી કરવાને બદલે ડેરીના ડિરેક્ટર ભોગીભાઈ પટેલના કહેવાથી ચેરમેને ભોગીભાઈ પટેલના સાળાના દીકરાની વગર જાહેરાતે પાછલા બારણેથી બોર્ડમાં ઠરાવ કરી ભરતી કરી દીધી હતી, એટલું જ નહીં અન્ય ડિરેક્ટરોને જાણ કર્યા વગર ચેરમેનના પી.એ તરીકે નિમણૂક આપી દઈ કાયમી કરી દીધો છે. ડેરીના સભાસદો અને ડિરેક્ટરો સાથે આ એક છેતરપિંડી હોવાનું જણાવી સોલંકીએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, વર્તમાન ટર્મમાં ભોગીલાલે તેમના બીજા સાળાઓના દીકરાઓ મોન્ટુ ગોવિંદભાઈ પટેલ, દીપેન હસમુખભાઈ પટેલ, પાર્થ હેમેન્દ્રભાઈ પટેલ વગેરેને સાબર ડેરીને પોતાની પેઢી હોય તેમ સાળાના છોકરાઓ સહિત તેમના છોકરાઓને સાબરડેરીમાં કર્મચારી તરીકે ભરતી કરાવી દીધી છે.

સાબરડેરીમાં થયેલી બોગસ ભરતી સભાસદો માટે છેતરપિંડી સમાન હોવાનાં આક્ષેપ સાથે તપાસની માગણી કરી

Advertisement

આક્ષેપિત ડિરેક્ટર ભોગીલાલ પટેલનો દીકરો મયંક ધોરણ 12 પાસ છે તેને ક્લાર્ક તરીકે લેવા ભરતી પ્રથમ તેની દ્રેસર્સ તરીકે ભરતી કરી, બાદમાં રાજસ્થાનથી ગ્રેજ્યુએટનું બોગસ સર્ટિફિકેટ લાવી ક્લાર્કમાં પ્રમોશન કરાવી દીધું. આ સમગ્ર ભરતી કૌભાંડની તપાસ થાય તો ભોગીલાલની પોલ બહાર આવે તેમ છે.ભોગીલાલના વધુ એક કરતુત અંગે રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, પ્રાંતિજના કમાલપુર દૂધ મંડળીના ચેરમેન જયંતીભાઈ નરસિંહભાઈ પટેલે પ્રાંતિજ તાલુકામાં પોતાના ટેકામાં ડિરેક્ટરના ઉમેદવાર પદેથી ખસી જાય અને પોતાને ટેકો આપે તે શરતે ડેરીના હરિયાણાના રોહતક પ્લાન્ટમાં નરસિંહભાઈ પટેલના દીકરાને નોકરી અપાવી હતી. ડેરીના ચેરમેનની ગાડી ચલાવવા માટે ડ્રાઇવર માટે પણ વગર જાહેરાતે ભોગીલાલે તેમના સગાઓની ભરતી કરી દીધી હતી .હાલમાં આ બે ડ્રાઇવરોને પણ કાયમી કરી દેવામાં આવ્યા છે, જેઓ ભોગીલાલના સગા છે. સાબરડેરીમાં થયેલી આ ભરતી સભાસદો માટે છેતરપિંડી સમાન હોય ભરતીની તપાસ કરી ભોગીલાલની પોલ બહાર પાડવા રજૂઆત માંગ કરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.