Navrangpura: ભાજપે ચૂંટણી જીતવા મુસ્લિમ નેતાને હિન્દુ બનાવી દીધો: કોંગ્રેસનો આક્ષેપ
- ભાજપના કોર્પોરેટર નિરવ કવિ સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ
- નિરવ કવિ મુસ્લિમ ઓળખ છૂપાવીને ચૂંટણી લડ્યાનો આક્ષેપ
- નિરવ જગદીશ ભાઈ કવિ નું અસલી નામ રાજ કવિ મીર : કોંગ્રેસ
Navrangpura BJP corporator Nirav Kavi: ગુજરાતમાં છાસવારે વિવાદો સામે આવી રહ્યાં છે. અત્યારે એક નવો વિવાદ સામે આવ્યું છે. જેમાં કોંગ્રેસ દ્વારા એક ભાજપ નેતા પર આક્ષેપ કરવામાં આવ્યો છે. નવરંગપુરા (Navrangpura) ભાજપના કોર્પોરેટર (BJP corporator) નિરવ કવિ (Nirav Kavi) મુસ્લિમ હોવા છતાં ખોટું નામ,જાતિ અને ધર્મ બદલી ચૂંટણી લડ્યા હોવાનો કોંગ્રેસ નેતા હિંમત સિંહે આક્ષેપ કર્યો છે. ચૂંટણીએ ખુબ જ સેન્સેટિવ પ્રક્રિયા છે, જેમાં સૌથી વધારે ધ્યાન આપવામાં આવે છે. પરંતુ અહીં તો એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નિરવ કવિ (Nirav Kavi) મુસ્લિમ ઓળખ છૂપાવીને ચૂંટણી લડ્યો હતો.
ખોટા દસ્તાવેજ છતાં ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી ન કરીઃ કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યું કે, નવરંગપુરા (Navrangpura) ભાજપના કોર્પોરેટર નિરવ જગદીશ ભાઈ કવિનું અસલી નામ રાજ કવિ મીર છે. આ નિરવ કવિએ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી ચૂંટણી પંચ અને જનતાને ગુમરાહ કર્યા છે. કોંગ્રેસ પ્રેસ કોંન્ફરન્સમાં કહ્યું કે, નિરવ કવિએ ઉમેદવારી ફોર્મમાં 11/11/77 જન્મતારીખ દર્શાવી છે, જ્યારે તેની અસલી જન્મતારીખ 1/6/75 છે.’ એટલું નહીં પરંતુ ખોટા દસ્તાવેજ છતાં ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વાવ બેઠક પર ગુલાબસિંહ સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા
તારીખ અને ડોક્યુમેન્ટ ખોટા હોવાનું શાળા સત્તાધીશોએ સ્વીકાર્યુંઃ કોંગ્રેસ
નિરવ જગદીશ ભાઈ કવિએ ઉમેદવારે સમર્થ અને પંકજ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. મહત્વની વાત એ છે કે, ઉમેદવારની જન્મ તારીખ અને ડોક્યુમેન્ટ ખોટા હોવાનું શાળા સત્તાધીશોએ સ્વીકાર્યું હોવાનું પણ સામે આવ્યું છે. વધુમાં કોંગ્રેસે કહ્યું કે, ‘તેમની ઉમેદવારી રદ થાય તે માટે ચાર વર્ષથી લાંબી લડાઇ કોંગ્રેસના ઉમેદવાર લડ્યા છે.’ જો કે, આ બાબતે સેશન્સ કોર્ટે રીવિઝન મંજૂર કરી ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર, ગુલાબસિંહ રાજપૂતને મળી ટિકિટ
ભાજપનો ઉમેદવાર મુસ્લિમ છે અને હિંદુ નામથી ચૂંટણી લડ્યોઃ કોંગ્રેસ
મહત્વની વાત એ છે કે, ભાજપનો આ ઉમેદવાર મુસ્લિમ છે અને હિંદુ નામથી ચૂંટણી લડ્યો છે. નિરવ કવિએ નવરંગપુરાની જનતા સાથે છેતરપિંડી કરી છે. ભાજપનો ઉમેદવાર હકીકતમાં મુસ્લિમ સમાજનો હોવાનું સામે છે. કોંગ્રેસે કહ્યું કે, ‘તેમની એફિડેવિટ અભ્યાસના દસ્તાવેજો અમે કોર્ટમાં રજૂ કર્યા હતા.’ આટલું ગુનાહિત કાવતરું આ ઉમેદવારે કર્યું હોવા છતાં પણ ભાજપે કોઈ કાર્યવાહી કરી નથી તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: ‘ઇચ્છા નહીં હક્ક જ અમારો હતો’ Gujarat First સાથેની વાતચીતમાં Thakarshi નો ધડાકો