Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPS અધિકારી ધર્મેન્દ્ર શર્મા પર એક મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ; PMO, CMO સુધી કરી બ્લેક મેઈલની અરજી

IPS અધિકારી ધર્મેન્દ્ર શર્મા વિરૂદ્ધ મહિલાની અરજી પ્રેમજાળમાં ફસાવીને શરીર સંબંધ બાંધ્યાનો મહિલાના આરોપ અધિકારીએ કહ્યું - મને ફસાવવા માટે બંને પતિ પત્ની દ્વારા શડયંત્ર રચવામાં આવ્યું IPS officer Dharmendra Sharma: ગુજરાતમાં એક નવી ઘટનામાં, IPS અધિકારી ધર્મેન્દ્ર શર્મા...
ips અધિકારી ધર્મેન્દ્ર શર્મા પર એક મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ  pmo  cmo સુધી કરી બ્લેક મેઈલની અરજી
  1. IPS અધિકારી ધર્મેન્દ્ર શર્મા વિરૂદ્ધ મહિલાની અરજી
  2. પ્રેમજાળમાં ફસાવીને શરીર સંબંધ બાંધ્યાનો મહિલાના આરોપ
  3. અધિકારીએ કહ્યું - મને ફસાવવા માટે બંને પતિ પત્ની દ્વારા શડયંત્ર રચવામાં આવ્યું

IPS officer Dharmendra Sharma: ગુજરાતમાં એક નવી ઘટનામાં, IPS અધિકારી ધર્મેન્દ્ર શર્મા સામે મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. નોંધનીય છે કે, 2014 ની બેચના IPS ધર્મેન્દ્ર શર્મા વિરૂદ્ધ મહિલાની ગંભીર આરોપો લગાવ્યા છે. આ કેસમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેને શારીરિક સંબંધો માટે બ્લેકમેલ કરવામાં આવી હતી. IPS અધિકારીએ તેને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં ત્યારબાદ પૈસા માંગવાના પ્રયાસો કરવામાં આવ્યા તેવા આરોપ લગાવ્યા હતા.

Advertisement

ધર્મેન્દ્ર શર્માએ ટેલિફોનિક વાતચીતમાં આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા

મળતી જાણકારી પ્રમાણે IPS અધિકારી ધર્મેન્દ્ર શર્મા સામે મહિલાએ લગાવેલ આક્ષેપ નવી વિગતો સામે આવી છે. ધર્મેન્દ્ર શર્માએ ટેલિફોનિક વાતચીતમાં આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. અધિકારીએ કહ્યું છે કે, “પૈસા પડાવવા માટે મને ફસાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બંટી ઓર બબલી જેમ મને બ્લેક મેળ કરવાનામાં આવી રહ્યો છે. વધુમાં કહ્યું કે, ઉપરી અધિકારી કહેશે તો હું જરૂરથી મીડિયા સામે આવીશ અને મારી વાત મુકીશ અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ મને જ્યારે કહેશે ત્યારે હું તેમની સામે મારી વાત મુકીશ.”

Advertisement

આ પણ વાંચો: બિલ્ડર કમ નેતાના પુત્રના Honey Trap કેસમાં મોબાઈલ ફોન ગાયબ થયો ?

IPS અધિકારી અને મહિલાના પતિ વચ્ચેની વાતચીત ઓડિયા વાયરલ

અત્યારે એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં IPS અધિકારી અને મહિલાના પતિ વચ્ચેની વાતચીતનો સમાવેશ થાય છે. જે હાલમાં ખુબ વાયરલ થયો છે. આ મામલે અધિકારી કહે છે કે, "જ્યારે ઉપરી અધિકારી મને બોલાવીશે, ત્યારે હું મીડિયા સામે આવીને મારી વાત રજૂ કરીશ." નોંધનીય છે કે, મહિલાએ PMO અને CMO સુધી આ મામલે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ વિભાગે પણ તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો: અજાણી લિંક આવે તો ચેતજો! PMJY ની લિંક ખોલતા ચાર પશુપાલકોએ 3.84 લાખ રૂપિયા ગુમાવ્યા

2014ની બેચના IPS અધિકારી છે ધર્મેન્દ્ર શર્મા

નોંધનીય છે કે, ધર્મેન્દ્ર શર્મા 2014ની બેચના IPS Officer છે, અને તેમના ઉપર લગાયેલા આક્ષેપોએ અત્યારે ચર્ચાનું જોર પકડ્યું છે. જો કે, હવે આ મામલે અધિકારીઓની શું પ્રતિક્રિયા રહેશે તે જોવું રહી ગયું છે. અત્યારે તો મહિલા અને તેના પતિ દ્વારા જે પણ આરોપો લગાવવામાં આવ્યા હતા. જેમાં 2014ની બેચના IPS અધિકારી ધર્મેન્દ્ર શર્માએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું કે, ‘પૈસા પડાવવા માટે મને ફસાવવા માટે નો પ્રયાસ કરવામાં આવ્યો છે.’

આ પણ વાંચો: Tirupati Balaji Temple: ‘ક્યારેય બાલાજી મંદિરમાં Ghee સપ્લાય નથી કર્યું’ અમુલે કરી સ્પષ્ટતા

Tags :
Advertisement

.