સાબરકાંઠામાં ગંભીર અકસ્માત, વિજયનગરમાં લગ્ન વિધિ આક્રંદમાં પરિણમી
સાબરકાંઠામાંથી એક ગંભીર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિજયનગરના જાલેટી ગામ નજીક મુસાફરો ભરેલો ટેમ્પો અચાનક પલટી મારી જતાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એકનું મોત થયું છે. તમને જણાવી દઈ કે, પરિવાર ભટેળાથી સરસવ લગ્નની ચાંલ્લા વિધિમાં...
સાબરકાંઠામાંથી એક ગંભીર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિજયનગરના જાલેટી ગામ નજીક મુસાફરો ભરેલો ટેમ્પો અચાનક પલટી મારી જતાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એકનું મોત થયું છે.
Advertisement
તમને જણાવી દઈ કે, પરિવાર ભટેળાથી સરસવ લગ્નની ચાંલ્લા વિધિમાં જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. હાલમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભિલોડાની ચોરીમાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતાં આજુબાજુ રહેલા લોકો પણ મુસાફરોને બચાવવામાં લાગી ગયા હતા.
Advertisement
મહત્વનું છે કે, પોલીસને આ બનાવની જાણ થતાં તેઓ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે ત્યાં રહેલા સ્થાનિકો સાથે પણ પૂછપરછ કરી હતી.
Advertisement
aઆ પણ વાંચો : સુરત : ઓલપાડમાં બે જૂથના લોકો સામ સામે આવ્યા, પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી