ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

પ્રજા-સરકારને મૂર્ખ બનાવવા Ahmedabad Police એ ગુનેગારોને કાયદાથી નહીં દંડાથી માર્યા

બેફામ અને ખુલ્લેઆમ થઈ રહેલી લુખ્ખાગીરીની કારણે બેઆબરૂ થયેલી Ahmedabad Police અને જવાબદાર અધિકારીઓ લાજના બદલે ગાજી રહ્યાં છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order in Ahmedabad) ની સ્થિતિ કથળી ગઈ છે અને તેના પરિણામો અવારનવાર સામે આવે છે....
06:09 PM Mar 18, 2025 IST | Bankim Patel
featuredImage featuredImage

બેફામ અને ખુલ્લેઆમ થઈ રહેલી લુખ્ખાગીરીની કારણે બેઆબરૂ થયેલી Ahmedabad Police અને જવાબદાર અધિકારીઓ લાજના બદલે ગાજી રહ્યાં છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order in Ahmedabad) ની સ્થિતિ કથળી ગઈ છે અને તેના પરિણામો અવારનવાર સામે આવે છે. સિનિયર આઈપીએસ અધિકારીઓ પોતાની નિષ્ક્રિયતા અને નબળા નેતૃત્વને છુપાવવા આરોપીઓનો વરઘોડો કાઢી જાહેરમાં માર મારવાનો જોખમી ખેલ ખેલ્યો છે. પ્રજા તેમજ ગુજરાત સરકાર (Gujarat Government) ને મૂર્ખ બનાવવા Ahmedabad Police ના ઉચ્ચ અધિકારીઓએ ન્યૂઝ ચેનલના કેમેરા સામે આરોપીઓને મારવાનો એક શૉ પણ તાજેતરમાં યોજ્યો હતો. વસ્ત્રાલમાં ગુંડાગીરી કરનારા તત્વોને પોલીસ કર્મચારીઓ લાકડીઓ વડે જાહેરમાં ફટકારી રહ્યાં છે અને તે વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયા. કાયદાથી ગુનેગારોને કાબૂમાં નહીં કરી શકતી Ahmedabad Police એ દંડાનો સહારો લીધો છે અને તેનો પ્રચાર પણ કરી રહી છે.

ગુંડાઓની જાહેરમાં સરભરા કેમ કરાઈ ?

છેલ્લાં પાંચેક વર્ષથી અમદાવાદ શહેર પોલીસની પકડ ગુનેગારો પરથી છૂટી ગઈ છે અને તેનું મુખ્ય કારણ નિષ્ક્રિયતા તેમજ ભ્રષ્ટાચાર છે. શહેરમાં બનતી ઉપરાછાપરી ઘટનાઓ પાછળ Ahmedabad Police નું નબળું નેતૃત્વ મુખ્યત્વે જવાબદાર છે. અમદાવાદમાં પોલીસ પરેડ નિયમિત યોજાય છે, પરંતુ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલિંગ નથી કરતા. શહેરમાં ફરજ બજાવતા મોટાભાગના PI, ACP, DCP અને સિનિયર IPS ને કાયદાના ઉપયોગમાં ઓછો અને વહીવટમાં રસ વધુ છે. એવા કેટલાંય પીઆઈ અમદાવાદમાં છે જેમને પોતાના હદ વિસ્તારની પણ પૂરી જાણકારી નથી. વસ્ત્રાલમાં બનેલી નાલેશીભરી ઘટના બાદ Ahmedabad Police ના ઉચ્ચ અધિકારી ખુદની આબરૂને ઢાંકવા આરોપીઓને જાહેરમાં ફટકારવાનો આદેશ આપે છે. આરોપીઓ સામે પોલીસ કડક પગલાં ભરી રહી છે તેવું એક ચિત્ર ઉભું કરવા અધિકારીઓ અખબારો/ન્યૂઝ ચેનલોનો સહારો લે છે. ગુંડાઓની જાહેરમાં સરભરા પાછળનો એક માત્ર આશય લંગડાતા પગે ચાલતા તેમજ ઊઠબેસ કરતા ગુનેગારોને જોઈને પ્રજા તેમજ સરકારને ખુશ કરી પોતાની નબળાઈ ઢાંકવાનો છે.

આ પણ  વાંચો -શહેરમાં લુખ્ખા રાજ માટે જવાબદાર છે Ahmedabad Police ની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર

માનવ અધિકાર વિરૂદ્ધની ઘટના છે : વકીલ Utkarsh Dave

વસ્ત્રાલની ઘટના બાદ Ahmedabad Police એ આરોપીઓની ધરપકડ કરી ઘટનાસ્થળે તેમજ આરોપીઓના રહેઠાણ પાસે જાહેરમાં સરભરા કરી. આ મામલે Gujarat First એ વકીલ ઉત્કર્ષ દવેને પૂછતાં તેમણે પોલીસ આરોપીઓને જાહેરમાં મારતી હોવાના વીડિયો જોયા છે તેમ કહી સમગ્ર ઘટના માનવ અધિકાર વિરૂદ્ધની જણાવી છે. જસ્ટીસ ડી . કે. બાસુના સીમા ચિહ્નરૂપ ચૂકાદા (D K Basu Judgement) ને ટાંકીને અમદાવાદ પોલીસે કરેલી કાર્યવાહીને બિલકુલ ખોટી દર્શાવી છે. કોઈપણ આરોપીને માર મારવાનો અધિકાર પોલીસ કે અન્ય કોઈ પાસે નથી. આરોપીની પૂછપરછ દરમિયાન તેને નાનો અમથો ત્રાસ પણ આપી ન શકાય તેમ Advocate Utkarsh Dave એ કહ્યું છે.

મામલો કોર્ટમાં પહોંચે તો નાના કર્મચારીઓ ભેરવાશે

વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ અનેક આરોપીઓની તબક્કાવાર Ahmedabad Police ધરપકડ કરી ચૂકી છે. કેટલાંકના ઘર તોડી પાડ્યા છે અને મોટાભાગના ગુંડાઓના હાડકા પણ. આમ છતાં હજી સુધી અદાલત સમક્ષ એક પણ ગુંડાએ પોલીસે માર માર્યો હોવાની ફરિયાદ નથી કરી તેમજ મામલો હાઈકોર્ટ (High Court Gujarat) માં નથી પહોંચ્યો. ગુંડા/લુખ્ખા તત્વોની જાહેરમાં સરભરા કરવાનો મામલો અદાલતમાં પહોંચે તો સજા તો નાના કર્મચારીઓએ જ ભોગવવાની છે. આ વાત મોટા સાહેબ સારી રીતે જાણે છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2022માં ખેડા જિલ્લા (Kheda District) ના એક ગામમાં ચોક્કસ સમાજના લોકોને જાહેરમાં લાકડીઓ વડે ફટકારનારા પીઆઈ સહિતના સ્ટાફને ઉચ્ચ અદાલતે સજા સંભળાવી એક મોટો દાખલો બેસાડ્યો છે.

Tags :
Advocate Utkarsh DaveAhmedabad PoliceBankim PatelD K Basu JudgementGujarat FirstGujarat GovernmentHigh Court GujaratKheda districtLaw and Order in Ahmedabad