નાનાભાઇ સાથે પત્નીને સુતેલી જોઈ પતિએ કર્યું કઇંક આવું
ગોંડલના દેવચડીની ધાર પર ઝુપડા બાંધી રહેતી આદિવાસી પરિણીતાને તેના પતિએ વહેલી સવારે ગુપ્તાંગમાં તથા શરીરના અન્ય ભાગમાં હથીયાર વડે આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં બપોરના સમયે તેણીને તાવ આવવાથી મોત નિપજ્યાનું જણાવી તેના સાસુ સસરા મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. શિવમ ટ્રસ્ટના પ્રમુખને શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરાઇ હતી. અને પોલીસ તપાસમાં મર્ડર હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે હત્યારા પતિને હોસ્પિટલમાં જ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના જરવાઇ અને હાલ છેલ્લા 15 વર્ષથી શિવરાજગઢ દેવચડી વચ્ચે આવેલી ધાર ઉપર ઝુપડા બાંધી રહેતા અને છુટક ખેત મજુરી કરતા આદિવાસી દિપક કરણભાઇ મકોડીયાએ વહેલી સવારે 5 વાગ્યે પોતાની પત્નિ નાનાબાઇ ઉ.28 ને શરીરના ગુપ્તાંગ તથા અન્ય ભાગમાં હથિયાર વડે બેરહમ માર મારતા તેણીનું મોત નિપજ્યુ હતુ.
બનાવ બાદ બપોરના દિપકના પિતા ચરણભાઇ માતા મુન્નીબાઇ તથા વાડી માલીક રમેશભાઈ નાનાબાઇના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. મૃતદેહ મુકી વાડી માલિક ચાલ્યા ગયા બાદ રામચરણે બે દિવસથી તાવ આવતો હોય મોત થયાનું જણાવતા અને નાનાબાઇનો પતિ દિપક સાથે આવ્યો ના હોય હોસ્પિટલમાં સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈ માધડને શંકાસ્પદ જણાતા તેમણે તુરંત તાલુકા પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ જે.એમ.ઝાલા, કોન્સ.જે.યુ.વાળા, શીવુભા વાઘેલા, મુકેશભાઇ મકવાણા સહિતનો સ્ટાફ દોડી આવી પરિણીતાના મૃતદેહને પીએમ રુમમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી કરણભાઈની ઉલટ તપાસ કરતા પોતાના પુત્ર દિપકે હત્યા કર્યાનું જણાવ્યું હતુ.
દરમિયાન પતિ દિપક પણ હોસ્પિટલ પહોંચ્યો હોય પોલીસે તેને પકડી લઈ લાલ આંખ કરતા પોપટ બની ગયેલા દિપકે પોતાના નાનાભાઈ સાથે પત્નિને બે થી ત્રણ વખત સુતેલી જોઈ હોય ક્રોધમાં આવી હત્યા કર્યાનું કબુલ્યુ હતું. મૃતક નાનાબાઇને સંતાનમા ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું તથા માતા પિતાથી અલગ ઝુપડામાં પત્નિ અને બાળકો સાથે રહેતો હોવાનું દિપકે જણાવ્યુ હતુ. પોલીસે વિશેષ પુછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો - ગોંડલની હોટેલમાં શિક્ષકનું સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી