Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સયાજીગંજ વિસ્તારમાં 48 કલાકમાં લૂંટનો બીજો બનાવ, પોલીસે ગણતરીના કલાકોમાં કરી આરોપીની ધરપકડ

અહેવાલ--અલ્પેશ સુથાર, વડોદરા   વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પહેલા 16 લાખની લૂંટનો મામલો સામે આવ્યો હતો, જેના આરોપી પણ હજી સુધી પકડાયા નથી અને એવામાં ત્યાં ફરી એક વાર લૂંટનો બીજો બનાવ સામે આવ્યો છે. ગતરોજ સાંજે 5 વાગ્યાની આસપાસના...
સયાજીગંજ વિસ્તારમાં 48 કલાકમાં લૂંટનો બીજો બનાવ  પોલીસે ગણતરીના કલાકોમાં કરી આરોપીની ધરપકડ

અહેવાલ--અલ્પેશ સુથાર, વડોદરા

Advertisement

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પહેલા 16 લાખની લૂંટનો મામલો સામે આવ્યો હતો, જેના આરોપી પણ હજી સુધી પકડાયા નથી અને એવામાં ત્યાં ફરી એક વાર લૂંટનો બીજો બનાવ સામે આવ્યો છે. ગતરોજ સાંજે 5 વાગ્યાની આસપાસના સમયમાં 50 હજારની લૂંટની ઘટના સામે આવી હતી. નિઝામપુરા વિસ્તારમાં રહેતા ચીમનલાલ મિત્તલ નામના 77 વર્ષના સિનિયર સીટીઝન અંગત કામ અર્થે અલકાપુરી તરફ કાર લઈ જઈ રહ્યાં હતા ત્યારે કડક બજાર પાસે કારમાં જઇ રહેલ સિનિયર સિટીઝનને મોટર સાયકલ પર આવેલ લૂંટારાએ સિનિયર સીટીઝનની કાર આગળ મોટર સાયકલ ઉભી રાખી તેમને આંતરી અને લાફો મારી, ચપ્પુ બતાવી 50 હજારની લૂંટ કરી આરોપી ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ ચીમનભાઈ મિત્તલે સયાજીગંજ પોલીસ સ્ટેશન જઈ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

હિસ્ટ્રી શીટર ગુનેગારને કલાકોમાં પોલીસે ઝડપ્યો

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બે અલગ ટીમો બનાવી લૂંટારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. એક ટીમે સીસીટીવી કેમેરાની મદદથી ચેકીંગ કરી અને બીજી ટીમે વાહન ચેકીંગ શરૂ કર્યું હતું. પોલીસને મળેલ બાતમી અને સીસીટીવી સર્વેલન્સના આધારે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરાઇ હતી. તેના પાસેથી લૂંટની રોકડ રકમ પોલીસ દ્વારા જપ્ત કરાઇ હતી. આ મૌસીન ઉર્ફે માંજારો યકુબભાઈ પટેલ નામનો આરોપી રીઢો ગુનેગાર છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી અને રોકડ રકમ પણ જપ્ત કરી છે. ભૂતકાળમાં પણ આ આરોપી સામે ગોરવા, જે.પી રોડ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મારમારી , હથિયાર બંધી, જાહેરનામાના ભંગ તેમજ અકસ્માત જેવા વિવિધ ગુણ નોંધાયેલ છે. આ આરોપી અકસ્માત અને મારામારી કરી લૂંટ ચલાવતો હતો - આ તેની મોડેસ ઓપરેન્ડી હતી. આ લૂંટારો પોતે વ્યવસાયે છૂટક મજૂરી કરતો હતો પરંતુ આગળ જતાં તેને ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો. પોલીસે પણ હવે આવનાર સમયમાં રોકડ રકમ લઇને જતી જનતાને આવા લૂંટારાઓ થી સાવચેત રહેવા અપીલ કરી છે.

Advertisement

આ પણ વાંચો -- RAJKOT : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ખુશી રાજકોટના ગરબામાં જોવા મળશે

Tags :
Advertisement

.