Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navratri 2024: બીજા નોરતે અંબાજી મંદિરમાં જામી ભક્તોની ભીડ, ચાચર ચોકમાં બોલાવી ગરબાની રમઝટ

બીજા નોરતે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવ્યા સવારે અંબાજી મંદિરમાં મંગળા આરતી કરવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી Navratri 2024: ગુજરાતીઓ અત્યારે ગરબાના રંગે રંગાઈ ગયા છે. ત્યારે નવરાત્રિને લઈને અંબાજીમાં પણ સરસ મજાની...
navratri 2024  બીજા નોરતે અંબાજી મંદિરમાં જામી ભક્તોની ભીડ  ચાચર ચોકમાં બોલાવી ગરબાની રમઝટ
  1. બીજા નોરતે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવ્યા
  2. સવારે અંબાજી મંદિરમાં મંગળા આરતી કરવામાં આવે છે
  3. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

Navratri 2024: ગુજરાતીઓ અત્યારે ગરબાના રંગે રંગાઈ ગયા છે. ત્યારે નવરાત્રિને લઈને અંબાજીમાં પણ સરસ મજાની તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં બીજા નોરતે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટ્યી છે. ભક્તોએ ધજા સાથે ગરબા રમીને માતાજીની ભક્તિ કરીને નોરતાની ઉજવણી કરી છે. એટલું જ નહીં પરંતુ છેક લંડનથી એક યુવતી ખાસ મા અંબાના દર્શન કરવા આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Gujrat University દ્વારા GCCI ની જાણ બહાર તેમના કોટા માં BJP નેતાની નિમણુક કરતા વિવાદ

Advertisement

જની જવેરા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતાં

શક્તિ, ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ગુજરાતનાં 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે, ત્યારે હાલમાં આસો નવરાત્રિ (Navratri 2024)નો પર્વ ચાલી રહ્યો છે. આજે બીજા નોરતે ભારે ભીડ જોવા મળી હતી અને આજની જવેરા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ધન્યતા અનુભવે છે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : વિપક્ષના નેતાએ સમસ્યા અધિકારી સુધી પહોંચાડવા રૂબરૂ જવું પડ્યું

અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યાં

અંબાજી મંદિરમાં બીજા નોરતે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવ્યા હતા. બીજા નોરતાથી આઠમ સુધી સવારે અંબાજી મંદિરમાં 2 મંગળા આરતી કરવામાં આવે છે, ત્યારે આજે જવેરા આરતીમાં ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી.આજે પણ ભક્તો દૂરદૂર થી ધજા લઈને મંદિરમાં આવતાં જોવા મળ્યા હતાં. અંબાજી મંદિરમાં લંડન થી પણ એક યુવતી આવી હતી. સવારે 5 વાગે એરપોર્ટ ઉતરીને પહેલાં તે માતાજીનાં દર્શન કરવા અંબાજી આવી હતી. અંબાજી મંદિરમાં સુરતથી પણ ભક્તો ધજા લઈને અંબાજી આવ્યા હતા. માતાજીનાં મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો: VADODARA : દુષિત પાણીની સમસ્યા લાવવા માટે અધિકારીઓ-કોર્પોરેટરો નિષ્ક્રિય

Tags :
Advertisement

.