Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં વહેલી સવારે Hill Station જેવા દ્રશ્યો સર્જાયા

ગોંડલ શહેર તેમજ પંથકમાં આજ વહેલી સવારથી ગાઢ ધૂમમ્સ જોવા મળ્યું હતું. શહેરમાં સવાર ગાઢ ધૂમમ્સ ને લઈને ઠંડીમાં પણ ચમકારો જોવા મળ્યો હતો. રસ્તાઓ પણ ધુમ્મસના લીધે ભીંના થઈ જવા પામ્યા હતા.ગાઢ ધૂમમ્સની ચાદર છવાય જતા હીલ સ્ટેશન (Hill...
11:13 AM Jan 15, 2024 IST | Maitri makwana

ગોંડલ શહેર તેમજ પંથકમાં આજ વહેલી સવારથી ગાઢ ધૂમમ્સ જોવા મળ્યું હતું. શહેરમાં સવાર ગાઢ ધૂમમ્સ ને લઈને ઠંડીમાં પણ ચમકારો જોવા મળ્યો હતો. રસ્તાઓ પણ ધુમ્મસના લીધે ભીંના થઈ જવા પામ્યા હતા.ગાઢ ધૂમમ્સની ચાદર છવાય જતા હીલ સ્ટેશન (Hill Station) જેવા દ્રશ્યો સર્જાયા હતા.

પાર્કિંગ લાઈટ અને હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી

આજરોજ ગોંડલમાં વહેલી સવારથી ગાઢ ધૂમમ્સ ના કારણે રસ્તાઓ પર પણ ધૂમમ્સની ચાદર છવાઈ જવા પામી હતી. શહેરમાં વહેલી સવારે ઘરેથી નીકળતા લોકોએ વાહનોની હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. શહેરમાં ગાઢ ધૂમમ્સને કારણે મોર્નિંગ વોક કરતા લોકોએ પણ ઠંડીમાં ચમકારો અનુભવ્યો હતો. હીલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાતા લોકો એ પણ આ દ્રશ્યોનો આનંદ માણ્યો હતો અને સવારમાં શિમલા મનાલી હોવાનો એહસાસ વ્યક્ત કર્યો હતો.

100 ફૂટ દૂર વાહન ન દેખાય તેટલું ધુમ્મસ

ગોંડલ શહેર તેમજ પંથકમાં આજ વહેલી સવારથી ગાઢ ધૂમમ્સ છવાતા વિઝીબલિટી ઘટતા વાહન ચાલકોને વાહન ચલાવમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને રાજકોટ નેશનલ હાઇવે પર પસાર થતા વાહન ચાલકોએ હેડ લાઈટ તેમજ પાર્કિંગ લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી. હાઇવે પરથી પસાર થતા હેવી વાહનોના પૈડાં પણ થોડીવાર માટે થંભી જવા પામ્યા હતા. તેમજ 100 ફૂટ દૂર વસ્તુ કે વાહન ન દેખાય તેવું ગાઢ ધૂમમ્સ છવાતા વાહન ચલાવવાની ગતિ પર બ્રેક લાગી હતી.

હીલ સ્ટેશન (Hill Station) જેવા દ્રશ્યો સર્જાયા

ગોંડલમાં વહેલી સવારથી ઝાકળ વર્ષા ને કારણે શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ અક્ષર મંદિર, કોલેજચોકમાં આવેલ સંગ્રામજી હાઈસ્કૂલનો ટાવર, નેશનલ હાઇવે પર આવેલ અક્ષર દ્વાર પર ગાઢ ધૂમમ્સની ચાદર છવાય જતા હીલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

આ પણ વાંચો - Dehgam : દહેગામમાં લઠ્ઠાકાંડ! 9 પૈકી 2ના મોત, અન્ય 7 સારવાર હેઠળ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GondalGujaratGujarat FirstGUJARAT FIRST NEWSHill Stationmaitri makwana
Next Article