Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Visanagar: સિવિલમાં ઇંજેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દીધો....

સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ પૂર્ણ કરવા અવનવા ગતકડાં! મહેસાણામાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈ વિવાદ વિસનગર સિવિલમાં દર્દીઓને ભાજપના સભ્યો બનાવવા અભિયાન ઈન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દીધો દર્દી પાસે ઓટીપી માગતા સદસ્યતા અભિયાનનો ભાંડો ફૂટ્યો ભારે હોબાળા બાદ...
12:48 PM Sep 18, 2024 IST | Vipul Pandya
MAHESANA BJP

Visanagar : હાલ ગુજરાત ભાજપમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે પણ સદસ્યતા અભિયાનમાં અવનવા ગતકડાં બહાર આવી રહ્યા છે. વિસનગર (Visanagar)માં સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સદસ્ય બનાવાનું કૌંભાડ ઉજાગર થયું છે. સિવિલમાં ઇંજેંક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવાયો હોવાનો ભાંડો ફુટ્યો છે. આ ઘટના વિકુંભા દરબાર નામના દર્દી સાથે ઘટી હતી ત્યારબાદ વિકુંભાએ વીડિયો બનાવીને સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયામાં ઉજાગર કરી હતી.

દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ

વિસનગરમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દીધો હતો. દર્દી પાસે મોબાઈલ નંબર માગી ઓટીપી માગવામાં આવતા આ ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો----Surendranagar : BJP નાં 'સદસ્યતા અભિયાન' માં શાળાનાં વિદ્યાર્થીઓ સભ્ય બન્યાં! ઓડિયો વાઇરલ થતાં વિવાદ

દર્દીએ હોબાળો મચાવ્યો

જો કે સમગ્ર મામલા અંગે દર્દીને જાણ થતાં દર્દીએ હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીએ માફી માગી હતી. વિકુંભા દરબાર નામના દર્દી સાથે આ ઘટના ઘટી હતી અને ત્યારબાદ વિકુંભા એ વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

અગાઉ પણ આવા કિસ્સા આવ્યા હતા

ઉલ્લેખનિય છે કે આ અગાઉ બનાસકાંઠામાં શિક્ષકો ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો તો અગાઉ સુરેન્દ્રનગરમાં શાળાના બાળકોને સભ્ય બનાવ્યા હોવાનો વિવાદ પણ ચગ્યો હતો.

આ પણ વાંચો---Kalol નગરપાલિકામાં BJP નો ભડકો હવે પોલીસ મથકે પહોંચ્યો!

આ પણ વાંચો-----Ahmedabad માં BJP નેતાઓ બન્યા જનતાના રોષનો ભોગ

Tags :
BJPBJP member campaignScamVisanagarVisanagar civil hospital
Next Article