Gujarat: હવે બનાવટી બોરવેલનું કૌભાંડ! ભાજપના સાંસદે રેલવે મંત્રીને લખ્યો પત્ર
- તારંગા-અંબાજી રેલવે લાઈનમાં બનાવટી બોરવેલનું કૌભાંડ!
- ભાજપના જ સાંસદે રેલવે મંત્રીને લખ્યો પત્ર
- "બનાવટી બોરવેલ બનાવી કૌભાંડ આચર્યુ"
- સાંસદ ભરતસિંહ ડાભીનો રેલવે મંત્રીને પત્ર
Gujarat: ગુજરાતમાં હવે બનવટી બોરવેલના કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા રેલવે મંત્રીને લખવામાં આવેલા પત્રમાં ખાસ કરીને નોંધાવ્યું છે કે, રેલવે જમીન સંપાદનના કાર્યમાં બનાવટી બોરવેલ બનાવવામાં આવ્યા છે, જેમાં ખોટી માહિતી આપી મોટા પાયે કૌભાંડ કરવામાં આવ્યું છે. ભરતસિંહ ડાભી દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તાજેતરના તારંગા-અંબાજી રેલવે લાઈનમાં જમીન સંપાદન માટે આલેખાયેલી બોરવેલની ખોટી જાણકારી આપવામા આવી છે. પત્ર મુજબ, 10થી 20 ફૂટની પાઈપને બોરવેલ તરીકે ગણાવવામાં આવી છે, જે એક મોટું કૌભાંડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે રેલવે જમીનના સુધારણા માટે બોરવેલ્સને ખોટા રીતે માન્યતા આપવામાં આવી છે.
Mehsana : ગુજરાતમાં હવે બનાવટી બોરવેલનું કૌભાંડ! | Gujarat First#Mehsana #GujaratScam #BorewellScam #RailwayCorruption #BharatsinhDabhi #VigilanceProbe #TarangaAmbajiRailway #FakeBorewells #RailwayLandAcquisition #CorruptionAllegations #Gfcard #Gujaratfirst pic.twitter.com/GI0e7QeFag
— Gujarat First (@GujaratFirst) September 7, 2024
આ પણ વાંચો: Ahmedabad: અસામાજિક તત્વો તોડફોડ કરતા રહ્યા અને પોલીસ પ્રેક્ષક બની તમાશો જોતી રહી!
સાંસદ ભરતસિંહ ડાભીએ વિજિલન્સ તપાસની સંસદે કરી માગણી
આ કેસની ગંભીરતાને લીધે, સાંસદે રેલવે મંત્રીએ વિજિલન્સ તપાસ કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે, આ પ્રકારની કાયમી તપાસ દ્વારા જ સાચી ચેતવણી આપવામાં આવી શકે છે અને સંલગ્ન અધિકારીઓની નિષ્ફળતાનો ભોગવટા કરી શકાય છે. સર્વે કરનાર અધિકારીઓના નામ પણ પત્રમાં આપ્યા છે, જેના આધારે તપાસ શરૂ કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. સાંસદ દ્વારા આપેલા પત્રમાં રેલવે અધિકારીઓની સંડોવણીનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ કૌભાંડના પગલે, ઘણાં અગત્યના સંબંધિત લોકોની ભૂમિકા પર સવાલ ઉભા થયા છે. દરેક દિશામાં તપાસ કરવામાં આવશે અને ગંભીર આરોપીઓ સામે પગલાં લેવાય તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: Rajkot : આત્મીય યુનિવર્સિટીમાં કરોડોનાં કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામીને મોટો ઝટકો
આ પણ વાંચો: Gondal : લ્યો બોલો...ચાઇનીઝ લસણ! માર્કેટ યાર્ડમાંથી 30 કટ્ટા મળ્યા, કડક કાર્યવાહી કરવા સરકારને રજૂઆત