Dahod : સંદીપ રાજપૂતે દાહોદમાં 6 નકલી સરકારી કચેરી ઉભી કરી 18.59 કરોડનું કૌભાંડ આચર્યું હતું
અહેવાલ--સાબીર ભાભોર, દાહોદ
છોટાઉદેપૂર ખાતે નકલી કચેરી ઊભી કરી કરોડોનું કૌભાંડ કરનાર સંદીપ રાજપૂત સામે દાહોદ એ ડીવીઝન પોલીસ માં પણ ફરિયાદ નોંધાઈ છે. દાહોદમાંથી અલગ અલગ છ કચેરી બનાવી 18.59 કરોડ ઉપરાંતનું કૌભાંડ આચર્યું હતું.
સંદીપ રાજપૂતના બહાર આવ્યા કાળા કારનામા
છોટાઉદેપુર જિલ્લામાં ખોટી કચેરી ઊભી કરી પ્રયોજના વહીવટદારની કચેરીમાંથી કરોડોની ગ્રાન્ટ મેળવી કૌભાંડ આચરનાર સંદીપ રાજપૂત પોલીસ પકડમાં આવ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને નકલી કચેરીનો રેલો દાહોદ ખાતે પણ પહોંચ્યો હતો. પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢાએ દાહોદમાં ખોટી કચેરી ઉભી કરી કોઈ ગ્રાન્ટ તો નથી ઉપાડવામાં આવી તે બાબત ની તપાસ માટે ટીમ કામે લાગી હતી જેમાં તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. સંદીપ રાજપૂતે 11 ફેબ્રુઆરી 2018 થી 23 માર્ચ 2023 સુધીમાં દાહોદ જિલ્લામાં પણ 6 નકલી કચેરી ઉભી કરી 100 જેટલા કામો મંજૂર કરાવી 18.59 કરોડનું કૌભાડ આચર્યું હોવાનું બહાર આવતા જ પ્રાયોજના વહીવટદાર કચેરીના ક્લાર્ક ભાવેશ મણીયા એ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે સંદીપ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ કેસ ની તપાસ દાહોદના એએસપી કે સિધ્ધાર્થ ચલાવી રહ્યા છે
અલગ અલગ 100 કામોની દરખાસ્તો તૈયાર કરી
સંદીપ રાજપૂત દ્રારા ઉભી કરાયેલી કચેરીઓ માં 1 – નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, નાની સિંચાઇ પેટા વિભાગ, નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા વિભાગ ઝાલોદ, 2- કાર્યપાલક ઈજનેરશ્રી, નર્મદા સિંચાઈ નહેર વિભાગ, નં3 , ડભોઈ, 3- કાર્યપાલક ઈજનેરશ્રી, સિંચાઈ પ્રોજેકટ ડિવિઝન, દાહોદ, 4 - કાર્યપાલક ઈજનેરશ્રી, સિંચાઈ પ્રોજેકટ ડિવિઝન-2, દાહોદ, 5 - કાર્યપાલક ઈજનેરશ્રી, સિંચાઈ પ્રોજેકટ ડિવિઝન, દાહોદ, 6 - કાર્યપાલક ઈજનેરશ્રી, પાઇપ લાઇન પ્રોજેકટ ડિવિઝન, દાહોદ એમ અલગ અલગ છ ખોટી કચેરી ઉભી કાર્યપાલક ઇજનેર ની ઓળખ આપી ખોટા સહી સિક્કા તેમજ ખોટી સહીઓનો ઉપયોગ કરી અલગ અલગ 100 કામોની દરખાસ્તો તૈયાર કરી 18.59 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.
આ પણ વાંચો---સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડના કારણે 6 થી વધુ લોકો થયા બેભાન