સાળંગપુર હનુમાનજી મંદિરે દાદાના દરબારમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
સાળંગપુર હનુમાનજી મંદિરે દાદાના દરબારમાં લાગી ભક્તો ની ભારે ભીડ.હજારોની સંખ્યામાં દાદાના ભક્તો કરી રહ્યા છે દર્શનદાદાની વિરાટ કાય મૂર્તિ બની લોકોના આકર્ષણ નું કેન્દ્ર.તો મંદિર પ્રસાસન દ્રારા પણ ગરમીના માહોલમાં મંડપ સહિત પાણી ન ફુવારાની કરી છે વ્યવસ્થા. ભક્તો દર્શન કરી ધન્ય તા અનુભવી હતી
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે જામ્યું ભક્તો નું ઘોડાપુર. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે શનિવાર નિમિતે જામી ભક્તો ની ભીડ. હનુમાનજી મંદિર ખાતે ભક્તો ની ભીડ ને લઈ મંદિર પ્રસાસન દ્રારા મંદિર ના ગ્રાઉન્ડ માં મંડપ નાખી લોકો ને ગરમી થી રાહત મળે તે પ્રમાણે કરવામાં આવી વ્યવસ્થા. હજારો ની સંખ્યા માં ભક્તો ભીડ માં ઉભા રહી કરી રહ્યા છે દર્શન. તો ભક્તો દ્રારા દાદા ના દર્શન કરી આનંદ ની અનુભૂતિ કરતા નજરે પડ્યા છે.
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે તાજેતર માં પંચ ધાતુ ની વિરાટ કાય 54 ફૂટ ની મૂર્તિ લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે ત્યારે અહીં સાળંગપુર હનુમાનજી દાદા ના દર્શન કરવા આવનાર હતી ભકતો હવે એક નહિ પણ દાદા ની બે મૂર્તિ ના દર્શન કરી આનંદ ની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ના કોઠારી વિવેકસાગર સ્વામી દ્રારા જણાવવામાં આવેલ હે 35 થી 40 હજાર ની જન મેદની આડે દિવસે અહીં આવે છે અને શનિવાર,રવિવાર તેમજ મંગળવાર ના રોજ 1 લાખ થી વધુ અહીં મંદિર ખાતે આવી દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
અહેવાલ -ગજેન્દ્ર ખાચર ,બોટાદ
આ પણ વાંચો-વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારિણી મળી, 500થી વધુ સંતો, મહંતો ઉપસ્થિત