ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરુચમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવક સાથે સગીરા રફૂચક્કર

અહેવાલ---દિનેશ મકવાણા, ભરુચ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવક સાથે સગીરા સંપર્કમાં આવતા બંને રફુ ચક્કર.. નબીપુર પોલીસે બંનેને શોધી કાઢ્યા.. સગીરા યુવકના ઘરમાંથી મળી આવી પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી  સોશિયલ મીડિયાના જમાનામાં શિક્ષણ...
06:38 PM Jun 17, 2023 IST | Vipul Pandya
અહેવાલ---દિનેશ મકવાણા, ભરુચ
ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવક સાથે સગીરા સંપર્કમાં આવતા બંને રફુ ચક્કર.. નબીપુર પોલીસે બંનેને શોધી કાઢ્યા..
સગીરા યુવકના ઘરમાંથી મળી આવી
પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી 
સોશિયલ મીડિયાના જમાનામાં શિક્ષણ મેળવવાની જગ્યાએ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકોના પરિચયમાં આવતા ભાગી જવાના કિસ્સા સામે આવતા હોય છે જેમાં ધોરણ 10માં નાપાસ થયેલી વિદ્યાર્થીની ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ડભાલીના યુવક સાથે સંપર્કમાં આવતા બંને રફુચક્કર થઇ ગયા હતા તથા પોલીસે ગણતરીના દિવસોમાં જ ડભાલી ખાતેથી ઝડપી પાડી યુવક સામે અપહરણ બળાત્કાર અને પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરી જેલ ભેગો કર્યો છે.
સગીર વયની દીકરી ગુમ
સગીરાની માતાએતારીખ 8/6/2023ના રોજ નબીપુર પોલીસ મથકમાં પોતાની સગીર વયની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો દાખલ કરી ગુમ સગીરાના લોકેશન સાથે મોબાઈલ સીડીઆર સહિતની જીણવટ ભરી તપાસ નબીપુર પોલીસ મથકના પીએસઆઇ કે.એમ ચૌધરીએ કરી હતી અને આખરે દસ દિવસ બાદ પોલીસને સગીરા અને ભગાડી જનાર યુવક ડભાલી ગામે હોવાનું ફલિત થતા પોલીસ કાફલો ડભાલી ખાતે પહોંચ્યા હતા
આરોપી ઝડપાયો 
સીડીઆર અને લોકેશન મુજબ ડભાલી ગામે પહોંચેલી પોલીસે દલસુખ વસાવા નામના વ્યક્તિના ઘરમાં તપાસ કરતા ગુમ સગીરા મળી આવી હતી અને તેની સાથે સગીરાને ભગાડી જનાર દલસુખ વસાવાનો પુત્ર વિનોદ વસાવા ઝડપાઈ ગયો હતો.  ગુમ સગીરા અને ભગાડી જનાર આરોપીને નબીપુર પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા બંનેની પૂછપરછ દરમિયાન સગીરા સાથે યુવક વિનોદ વસાવાનો ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પરિચય થયો હતો અને  યુવક સગીરાના ગામથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે હોવાના કારણે સગીરાને ભગાડી જવાનો પ્લાન બનાવ્યો હોય તેવું ફલિત થયું હતું. સમગ્ર ઘટનામાં નબીપુર પોલીસે આરોપી વિનોદ દલસુખ વસાવા ની ધાર પકડ કરી તેની સામે બળાત્કાર ઇ.પી.કો કોડની કલમ 376.376(2)(n).376(3) તથા પોક્સો 4.6.12. તથા અપહરણ 363 મુજબ ગુનો દાખલ કરી સગીરા અને યુવકના કોરોના ટેસ્ટ સાથે મેડિકલ પરીક્ષણ કરાવી કાર્યવાહી કરવામાં આવી છે
 સોશિયલ મીડિયાની એપના માધ્યમથી લોનના ચક્કરમાં ફસાયેલા યુવકે  જીવન ટૂંકાવ્યું
ઘણી વખત બાળકોને રૂપિયાની જરૂર પડતી હોય છે પરંતુ માતા-પિતા પાસે ખચકાતા હોય છે અને મોબાઇલમાં રહેલી ફ્રોડ એપ્લિકેશનના માધ્યમથી રૂપિયા લેતા હોય છે પરંતુ રૂપિયા લેતી વખતે તેમના મોબાઈલનો તમામ ડેટા ભેજા બાજો પાસે જતો રહેતો હોય છે જેનો ખ્યાલ રહેતો નથી આવો જ કિસ્સો ભરૂચના શક્તિનાથ વિસ્તારની એક સોસાયટીમાંથી સામે આવ્યો છે જેમાં કેમિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરનાર યુવક તે જેણે નહીં જેવી લોન સોશિયલ મીડિયાના માધ્યમથી લીધી હતી. જેની સામે તેણે અત્યાર સુધી ચાર લાખ રૂપિયા ચૂકવી આપ્યા છતાં ભેજાબાજે યુવકના ફોટા અન્ય યુવતીઓ સાથે એડિટિંગ કરી વાયરલ કરી યુવકના પરિવારને મોકલી બ્લેકમેલિંગ કરતા ત્રણ દિવસથી ગુમ યુવકનો મૃતદેહ અમદાવાદની સાબરમતી નદીમાંથી મળી આવ્યો હતો.
આ પણ વાંચો---AHMEDABAD ના કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં મકાન ધરાશાયી
Tags :
BharuchInstagramlovepolice
Next Article