Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાગર સુરક્ષા કવચ : સુભાષનગર સુપર ગેસ પ્લાન્ટને બોમ્બથી હુમલો કરવાનુ કાવતરુ નિષ્ફળ

અહેવાલ - કિશન ચૌહાણ, પોરબંંદર ગુજરાતના દરિયાકિનારે ઓપરેશન સાગર સુરક્ષા કવચનો શુભારંભ થયો છે. બે દિવસીય ચાલનાર સાગર સુરક્ષા કવચમાં ગુજરાત પોલીસ,કોસ્ટગાર્ડે નેવી,એન.એસ.જી કમાન્ડો સહિતી એન્જસીઓ જાેડાઇ છે. પ્રથમ દિવસે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિક્ષક બી.યું. જાડેજા  પોરબંદર   તથા...
06:02 PM Nov 07, 2023 IST | Harsh Bhatt

અહેવાલ - કિશન ચૌહાણ, પોરબંંદર

ગુજરાતના દરિયાકિનારે ઓપરેશન સાગર સુરક્ષા કવચનો શુભારંભ થયો છે. બે દિવસીય ચાલનાર સાગર સુરક્ષા કવચમાં ગુજરાત પોલીસ,કોસ્ટગાર્ડે નેવી,એન.એસ.જી કમાન્ડો સહિતી એન્જસીઓ જાેડાઇ છે. પ્રથમ દિવસે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિક્ષક બી.યું. જાડેજા  પોરબંદર   તથા  એસઓજી અને એલસીબીના ઇન્ચાર્જ પો. ઇન્સ . કાંબરીયા તથા હાર્બર પી.આઇ. સાળુંકે તથા સ્ટાફ  જણાવા મળેલ કે પીલાણા બોટ મારફતે આવેલ ત્રણ હુમલાખોરો સુપર ગેસ સામે દરિયા માંથી હુમલો કરવા પહોંચે છે.

એ પહેલા શંકા આધારે ચેક કરતા  પિલાણામાંથી ૦૨ બોમ્બ બોક્સ સાથે હૂમલાખોરોને ઝડપી પાડવામાં આવેલ છે, પૂછપરછ દરમ્યાન સદરહુ હુમલાખોર સુપર ગેસ પ્લાન્ટ પર હુમલો કરવા આવેલ હોવાનું જણાવેલ છે.  સુભાષનગર ગેસ પ્લાન્ટ પર હુમલો કરવાનુ  વધુમાં વધુ નુકસાન પહોચાડવાનુ આયોજન કરાયુ હતુ, જે ષડયંત્ર સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરતી એક મોકડ્રીલમાં સફળતા પૂર્વેક સંપન્ન થઇ હતી.

ગુજરાતનો લાંબો દરિયાકિનારો સુરક્ષા દ્વષ્ટિએ અતિસંવેદનશીલ

દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત રાજય ધરાવે છે.  ૧૬૦૦ કીમી લાંબા દરિયા કિનારે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. રમણીય લાગતો દરિયાકિનારો સુરક્ષાની દ્વષ્ટ્રીએ અતિસંવેદનશીલ માનવામાં આવે છે. ભુતકાળ બનેલી અનેક ધટનાઓ તે સાબિત કર્યુ કરે છે,જેમાં ૧૯૯૨માં સીરીયલ બ્લાસ્ટ હોય કે, ૨૬-૧૧નો હુમલો જે માટે ગુજરાતના દરીયાઇ માર્ગનો ઉપયોગ થયો છે.  તેથી ફરી આવા બનાવો ન બને તે માટે સુરક્ષા એજન્સીઓએ વધુ સર્તક બની છે. ઉલ્લેખનીય છે,પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના સાગરકાંઠે દબાણો દ્વારા દેશવિરોધી પ્રવૃતિ આચવાની વાતો આજકાલની નથી.છેકે ૮૦-૯૦ના દાયકા આસપાસથી આ સિલસિલો અવિરતપણે ચાલી રહયો છે.

પોલીસ અને સુરક્ષા એજન્સીઓના સંકલનથી ડ્રગ્સ સ્મગલર્સ અને ઘૂસણખોરીની પ્રવૃતિઓ સામે સુરક્ષા એજન્સીઓ વધુ સર્તક

ગુજરાતને મળેલો ૧૬૦૦ કીમીના લાંબો  દરિયા કિનારો છેલ્લાં કેટલાંક સમયથી ડ્રગ્સ સ્મગલર્સ અને ઘૂસણખોરીની પ્રવૃતિઓ કરનારાઓ માટે સ્વર્ગ સમાન બન્યો છે. ત્યારે આવા શખ્સોને તેમના નાપાક ઇરાદામાં સફળ ન થવા દેવાના ઇરાદાથી ગુજરાત સરકાર દ્વારા ભારતીય તટરક્ષક દળના સહકાર થકી કચ્છના જખૌથી વલસાડ સુધીના પશ્ચિમી દરિયાકાંઠાના સુરક્ષા હેતુ સધન તૈયારીઓ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરક્ષા એજન્સીઓ સાથે દરિયા સુરક્ષાને વધુ મજબુત કરવા સાગર સુરક્ષા કવચનુ આયોજન કરવામાં આવે છે . તા. સાત અને આઠ નવેમ્બર એમ બે દિવસીય સાગર સુરક્ષાનો  પોરબંદર સહિત ગુજરાતના દરિયાકિનારે શુભારંભ થયો છે.

સાગર સુરક્ષા કવચમાં  રેડ ફોર્સ અને બ્લુ ફોર્સ એમ બે ટીમ બનાવાય  ડીવાયએસપી ઋતુ  રાબા

ગુજરાત સહિત પોરબંદરના દરિયાકિનારે સાગર સુરક્ષા કવચનો આજે  તારીખ સાત નવેમ્બરના રોજ પ્રારંભ થયો હતો. પોરબંદર શહેરના ડીવાયએસપી ઋતુ  રાબાએ જણાવ્યુ હતુ કે ભુતકાળમાં બનેલ બનાવોને ધ્યાને લઇને સુરક્ષા એન્જસીઓ સાથે સંયુકત સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવે છે. સાગર સુરક્ષા કવચમાં  રેડ ફોર્સ અને બ્લુ ફોર્સ એમ બે ટીમ બનાવાય છે. રેડ ફોર્સ દ્વારા કોઈ સ્થળ પર હૂમલો અથવા મોકડ્રીલ કરવામાં આવે જેને બ્લુ ફોર્સ તેને રોકે છે. પોરબંદર શહેરના રેલ્વે સ્ટેશન,એસટી બસ સ્ટેન્ડ,ધામિર્ક સ્થળો તેમજ અસ્માવતી દરિયાઈ કિનારો તથા પોરબંદર જિલ્લાના દરિયા કિનારે આવેલા હાર્બર મરીન, મીયાણી મરીન, નવીબંદર મરીન પોલીસ, જીઆરડી જવાનો, એસઆરડીના જવાનો, કોસ્ટગાર્ડ, ફિશરીઝ, કસ્ટમ, પોલીસ સહિતના ર૦૦ વધુ પોલીસી ફોર્સ તેમજ  અધિકારીઓ ફરજ જાેડાયા છે.

આ પણ વાંચો -- GONDAL : ટાઉનહોલ ખાતે મહારાજા સર ભગવતસિંહજીના વિશાળ ચિત્રનુ અનાવરણ કરાયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
coast guardGujarat PolicePorbandarsea coastsea protectionSuraksha Kavach
Next Article