Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાટા પરથી ટ્રેનના ડબ્બા ઉતરતા ફસાયેલા મુસાફરો સલામત પરત ફર્યા

VADODARA : ગતરોજ વારાણસીથી અમદાવાદ તરફ આવતી સાબરમતી ટ્રેનના ડબ્બા કાનપુર પાસે ઉતરી પડ્યા હતા. જેને લઇને દુર્ઘટના સર્જાઇ હતી. આ ટ્રેનમાં મોટી સંખ્યામાં વડોદરાના મુસાફરો હતા. બાદમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ મુસાફરો સાથે સંવાદ સાધ્યો હતો. અને તેમને...
vadodara   પાટા પરથી ટ્રેનના ડબ્બા ઉતરતા ફસાયેલા મુસાફરો સલામત પરત ફર્યા

VADODARA : ગતરોજ વારાણસીથી અમદાવાદ તરફ આવતી સાબરમતી ટ્રેનના ડબ્બા કાનપુર પાસે ઉતરી પડ્યા હતા. જેને લઇને દુર્ઘટના સર્જાઇ હતી. આ ટ્રેનમાં મોટી સંખ્યામાં વડોદરાના મુસાફરો હતા. બાદમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ મુસાફરો સાથે સંવાદ સાધ્યો હતો. અને તેમને જરૂરી તમામ મદદ પહોંચતી કરવાની બાંહેધારી આપી હતી. આજે મુસાફરો પૈકી એક પરિવાર વિશેષ ટ્રેનમાં પરત આવ્યું છે. અને તેમણે તેમને અનુભવ મીડિયા સમશ્ર વર્ણવ્યો છે.

Advertisement

મોટો અવાજ આવ્યો અને ટ્રેન પાટા પરથી ઉતરી પડી

પરત આવેલા મુસાફરે જણાવ્યું કે, અમે કાનપુરથી 10 કિમી પાસે રેલવેની ગતિ ધીમી હતી. ત્યારે રેલગાડી પાટા પરથી ઉતરી ગઇ હતી. સાંસદની મદદથી રેલવે પ્રશાસને સારી કાળજી રાખી છે. ઘટના બની ત્યારે અમે ડરી ગયા હતા. બાળક-પરિવારના લોકો ચિંતામાં મુકાયા હતા. બુમાબુમ થઇ ગઇ હતી. વાતાવરણ તંગ બની ગયું હતું. તેવામાં મીડિયાએ અમને ખુબ સપોર્ટ કર્યો છે. રેલવે પ્રસાશને અમને જે સુવિધાઓ આપી તે બદલ અમે આભારી છે. પોલીસે પણ અમને મદદરૂપ થવાના પ્રયત્નો કર્યા હતા. 300 જેટલા મુસાફરો ટ્રેનમાં હતા. મોટો અવાજ આવ્યો અને રેલવે ટ્રેન તેના પાટા પરથી ઉતરી પડી હતી. અને અમે અંદર સ્થિર થઇ ગયા હતા. અમે અયોધ્યા રામ ભગવાનના દર્શન કરી, ત્યાર બાદ બનારસ દર્શન કરીને પરત આવી રહ્યા હતા. ડબ્બા ઉતરી ગયા બાદ રેલવેના પાટા બિલકુલ વળી ગયેલા હતા.

કોઇ ડરતા નહીં, અમે તમારી સાથે છીએ

મહિલા મુસાફર નલિનીબેન વ્યાસે જણાવ્યું કે, હું દોઢ વાગ્યે સુઇ ગઇ હતી. અને ત્યાર બાદ અચાનક જ મોટો અવાજ આવ્યો હતો. અને નીચે ઉતરીને જોયું તો ટ્રેનના પાટા વળી ગયા હતા. અને ડબ્બાઓ આઘાપાછા થઇ ગયા હતા. સ્થાનિક પ્રસાશન અને પોલીસે ખુબ મદદ કરી છે. ઘટના બાદ પોલીસ જવાનોએ અમારી પાસે આવીને કહ્યું કે, કોઇ ડરતા નહીં, અમે તમારી સાથે છીએ. ડોક્ટરોની ટીમ પણ તુરંત સ્થળ પર આવી ગઇ હતી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો બનશે હાઈસ્પીડ કોરીડોર

Advertisement
Tags :
Advertisement

.