Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarkantha: Transport ની હડતાળ, માર્કેટ યાર્ડમાં શાકભાજીનો ભરાવો

Sabarkantha: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લો શાકભાજીનું હબ તરીકે ઓળખાય છે. અહીંની શાકભાજી અન્ય ઘણી જગ્યા પર પહોંચાડવામાં આવે છે. પરંતુ હાલ ટ્રાન્સપોર્ટની (Transport) હળતાલના કારણે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) ખાતે શાકભાજીનો ભરાવો જોવા મળ્યો છે. શું છે આના પાછળનું કારણ...
sabarkantha   transport ની હડતાળ  માર્કેટ યાર્ડમાં શાકભાજીનો ભરાવો

Sabarkantha: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લો શાકભાજીનું હબ તરીકે ઓળખાય છે. અહીંની શાકભાજી અન્ય ઘણી જગ્યા પર પહોંચાડવામાં આવે છે. પરંતુ હાલ ટ્રાન્સપોર્ટની (Transport) હળતાલના કારણે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) ખાતે શાકભાજીનો ભરાવો જોવા મળ્યો છે. શું છે આના પાછળનું કારણ વાંચો વધુ વિગતો આ અહેવાલમાં...

Advertisement

માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) ખાતે શકભાજીના ઢગલાં

હિંમતનગર માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) ખાતે શકભાજીના ઢગલાં જોઈને તમને એમ લાગશે કે અહીં શાકભાજીની સારી આવક થઈ છે. પરંતુ, એવું નથી હકીકત એ છે કે આ ઢગલાં ટ્રાન્સપોર્ટ (Transport) હળતાળને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાંથી શાકભાજી અન્ય જિલ્લા અને રાજ્યોમાં જતી હોય છે. પરંતુ, ટ્રાન્સપોર્ટની (Transport) હળતાલના કારણે માર્કેટયાર્ડમાં (Market Yard) શાકભાજીનો ભરાવો થયો છે, જેણે પગલે ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને સાથે જ ભાવ પણ ઘટી રહ્યા છે.

હડતાળના પગલે મંદી જોવા મળી

હળતાળના પગલે હાલ ગઈકાલે જે શાકભાજીના ભાવ હતા, તેમાં 50 ટકા સુધીનો ઘટાડો થઈ ગયો છે. ભાવની વાત કરવામાં આવે તો 20 કિલો ફુલાવર જે ગઈકાલે રૂ. 400થી 500 હતા તે આજે 120થી 160 થઈ ગયા. કોબિઝ જે ગઈ કાલ 240 રૂપિયા હતી તે આજે 120થી 140 થઈ ગઈ. શકરિયા જે ગઈકાલે 500 રૂપિયા હતા, તે આજે રૂ. 300, ટામેટા જે ગઈકાલે રૂ. 240 રૂપિયા હતા, તે આજે રૂ. 120થી 140 થઈ ગયા, શરગવો જે રૂ. 1100 હતા તે હવે 700થી 800 થઈ ગયા છે, જેણે પગલે ખેડૂતો જે રોજ શાકભાજી વેચીને ઘર ચલાવતા હોય છે. તેમણે મોટું નુકસાન થયું છે. સામાન્ય રીતે આમ આ સિઝનમાં શાકભાજીમાં તેજી હોય છે, પરંતુ હડતાળના પગલે મંદી જોવા મળી રહી છે અને જો આ હડતાળ હજી વધારે લાંબી ચાલશે તો હજી પણ ભાવમાં વધારે ઘટાડો થવાની સંભાવના જોવા મળી છે અને મંદી પણ આવી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Anand : પોલીસ પર રોકડ અને 100 તોલા સોનું સગેવગે કર્યાંનો ગંભીર આરોપ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ.

Tags :
Advertisement

.