Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SABARKANTHA : PRANTIJ અને TALOD માં રાત્રે ધોધમાર વરસાદ વરસતા વીજ પુરવઠો ખોરવાયો

SABARKANTHA જિલ્લાના પ્રાંતિજ અને TALOD તાલુકામાં સોમવારે રાત્રે વીજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે બે કલાકમાં પ્રાંતિજમાં અંદાજે ૩.પ અને TALOD તાલુકામાં ર ઈંચ વરસાદ ખાબકયો હોવાને કારણે સીમાડામાં આવેલા ખેતરમાં પાણીથી તરબોળ થઈ...
sabarkantha   prantij અને talod માં રાત્રે ધોધમાર વરસાદ વરસતા વીજ પુરવઠો ખોરવાયો

SABARKANTHA જિલ્લાના પ્રાંતિજ અને TALOD તાલુકામાં સોમવારે રાત્રે વીજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે બે કલાકમાં પ્રાંતિજમાં અંદાજે ૩.પ અને TALOD તાલુકામાં ર ઈંચ વરસાદ ખાબકયો હોવાને કારણે સીમાડામાં આવેલા ખેતરમાં પાણીથી તરબોળ થઈ ગયા હતા. જેના લીધે બંને તાલુકાની પ્રજા મેઘરાજાની પધરામણીથી ખુશ થઈ ગઈ હતી. જોકે જિલ્લાના અન્ય તાલુકામાં સોમવારે રાત્રે વરસાદ પડયો નથી. જેના લીધે બાફ અને ઉકળાટનું પ્રમાણ યથાવત રહયુ છે.

Advertisement

પ્રાંતિજ અને TALOD તાલુકામાં રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો

Advertisement

Advertisement

ડીઝાસ્ટર વિભાગના સૂત્રોના જણાવાયા મુજબ સોમવારે દિવસ દરમ્યાન સમગ્ર જિલ્લામાં વરસાદ ન થવાને કારણે વાદળછાયા તાપને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને ઉચાટને લઈને દિવસ દરમ્યાન પરશેવાથી રેબઝેબ બની ગયા હતા. તો બીજી તરફ પ્રાંતિજ અને તલોદ તાલુકામાં રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

કેટલો વરસાદ ખાબક્યો ?

ત્યારબાદ પ્રાંતિજ તાલુકામાં ૬ થી ૮ના સમયગાળા દરમ્યાન ૦ર મીમી, અને તલોદ તાલુકામાં ૦૪ મીમી વરસાદ પડયો હતો ત્યારબાદ ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં પ્રાંતિજમાં ૧ર અને તલોદમાં ૪૪ મીમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તે પછી રાત્રે ૧૦ થી ૧ર વાગયા સુધીમાં પ્રાંતિજ તાલુકામાં વીજળીના ચમકારા અને જોરદાર પવન સાથે બે કલાકમાં ૭૦ મીમી વરસાદ ખાબકયો હતો. તલોદ તાલુકામાં પણ આ સમયગાળા દરમ્યાન ૦૩ મીમી વરસાદ થયો હતો. આમ પ્રાંતિજ તાલુકામાં સોમવારે રાત્રે ૧ર વાગ્યા સુધીમાં અંદાજે ૮૪ મીમી અને તલોદ તાલુકમાં ૪૮ મીમી વરસાદ પડયો છે. જિલ્લામાં અત્યાર સુધીના કુલ વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ ઈડર તાલુકામાં ર૪ર, પ્રાંતિજમાં ર૧ર, પોશીનામાં ૧૩૧, તલોદમાં ૧૬૦, હિંમતનગરમાં ૧પ૧, વડાલીમાં ૧૦૩, વિજયનગરમાં ૬૭ જયારે ખેડબ્રહ્મા તાલુકામાં ૧૦૬ મીમી વરસાદ પડી ચુકયો છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : Harani Lake Boat Tragedy મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો હુકમ, બે અધિકાર સામે કાર્યવાહીના આદેશ

Tags :
Advertisement

.