ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabarkantha : PMJAY કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી રૂપિયા 6,500 ખંખેરી લીધા, આરોગ્ય વિભાગે હોસ્પિટલને માત્ર નામ પૂરતો જ દંડ ફટકાર્યો

ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી સરકારી PMJAY યોજનામાં દર્દી પાસેથી બિન અધિકૃત રીતે પૈસા વસૂલવાના પ્રકરણમાં હિંમતનગરની નામાંકિત બેબી કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગે દંડનીય કાર્યવાહી કરી હોવાની વિગતો સામે આવી છે...
11:38 PM Aug 14, 2023 IST | Dhruv Parmar

ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી સરકારી PMJAY યોજનામાં દર્દી પાસેથી બિન અધિકૃત રીતે પૈસા વસૂલવાના પ્રકરણમાં હિંમતનગરની નામાંકિત બેબી કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગે દંડનીય કાર્યવાહી કરી હોવાની વિગતો સામે આવી છે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી બેબીકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ભેટાલીના દર્દીના પરિવાર પાસેથી ડોક્ટરોએ મનમાની રીતે 6500 રુપિયા ઉઘરાવ્યા હોવાનાં બહુચર્ચિત પ્રકરણમાં સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા બેબીકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને માત્ર નામ પૂરતો 19,500 નો દંડ ફટકારી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જિલ્લાના આરોગ્ય વિભાગના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી બેબીકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ભેટાલીના દર્દીના પરિવાર પાસેથી ડોક્ટરોએ મનમાની રીતે 6500 રુપિયા ઉઘરાવ્યા હતા. નોંધનીય છે કે PMJAY યોજના ચાલતી હોવાથી હોસ્પિટલમાં સારવાર ડોક્ટરે મફત કરવાની હોય છે.અને તે સારવારના પૈસા સરકાર હોસ્પિટલને ચુકવતી હોય છે.

જોકે બેબી કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરોએ દર્દી પાસેથી પણ પૈસા વસૂલ્યા હતા. જેને લઈને ભારે હોબાળો મચ્યો હતો. ત્યારબાદ બાદમાં શહેરની નામાંકિત બેબી કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પગ નીચે રહેલો આવતા હોસ્પિટલના ડોક્ટર સમાધાન માટે દર્દીના ઘરે પહોંચ્યા હતા જો કે દર્દીએ આ સમગ્ર મામલે હોસ્પિટલને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. અને સમાધાન કર્યુ ન હતુ. જેને લઇને આજે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે આજે હોસ્પિટલને માત્ર નામ પૂરતો 19,500 નો દંડ ફટકાર્યો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે આટલી મામૂલી રકમનો દંડ ફટકારતા આરોગ્ય વિભાગ સામે પણ હવે સવાલો ઊભા થયા છે.

જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયા શું કહે છે ?

PMJAY યોજનાનો કાર્ડ હોવા છતાં દર્દીના પરિવારજનો પાસેથી બિન અધિકૃત રીતે નાણાં વસૂલવાની ઘટના સંદર્ભે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી રાજ સુતરીયા એ જણાવ્યું હતું કે , સદર ઘટનામાં આરોગ્ય શાખા દ્વારા ગંભીર નોંધ લેવાઈ છે અને હિંમતનગરની નામાંકિત બીબી કેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંચાલકોને ઈ-મેલ દ્વારા નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે તેમજ બહુચર્ચિત આ પ્રકરણમાં બેબી કેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંચાલકોએ ખુલાસામાં સ્ટાફ દ્વારા ગંભીર ભૂલ થયાનું અને પૈસા લીધા હોવાનું કબૂલ્યું છે તેમને વધુમાં કહ્યું હતું કે દર મહિને કલેકટરના અધ્યક્ષ સ્થાને DGRC મીટીંગ થાય છે જેમાં ફરિયાદી અને બીબી કેર મલ્ટી હોસ્પિટલના સંચાલકોને બોલાવવામાં આવશે અને બંને પક્ષોને સાંભળ્યા બાદ તેમાં કોઈ ગંભીર બાબત જાણવા મળશે તો હોસ્પિટલને આ યોજનામાંથી ટેમ્પરરી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી DGRC આરસીની મિટિંગમાં નિર્ણય લઇ થઈ શકે છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદનો યુવક લંડનમાં થયો ગૂમ, 4 દિવસથી યુવકનો કોઈ પત્તો નહીં

Tags :
Babtcare HospitalGujaratHealth DepartmentPMJAYSabarkantha NewsSabarkkantha
Next Article