Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : બાઇક સવાર બે શખ્સ રૂ.15 લાખ ભરેલો થેલો ઝૂંટવી ફરાર

ઈડરમાં એક ખાનગી બેંકમાં ફરજ બજાવતો કર્મચારી કેટલીક અન્ય બેંકોમાં રોકડ ભરવા માટે રિક્ષામાં ગયો હતો.
sabarkantha   બાઇક સવાર બે શખ્સ રૂ 15 લાખ ભરેલો થેલો ઝૂંટવી ફરાર
Advertisement
  1. Sabarkantha નાં ઇડરમાં ધોળા દિવસે લૂંટની ચકચારી ઘટના બની
  2. ખાનગી બેંકનો કર્મચારી રિક્ષામાં બેસી રૂ. 15 લાખ અન્ય બેંકમાં ભરવા નીકળ્યો
  3. વિદ્યામંદિર નજીક બાઈક સવાર બે ઇસમ થેલો રૂપિયાથી ભરેલો થેલો ઝૂંટવી ફરાર થયા
  4. પોલીસે બે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી CCTV નાં આધારે તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લામાં (Sabarkantha) મંગળવારે બપોરનાં સુમારે ઈડરમાં એક ખાનગી બેંકમાં ફરજ બજાવતો કર્મચારી કેટલીક અન્ય બેંકોમાં રોકડ ભરવા માટે રિક્ષામાં ગયો હતો. દરમિયાન, વિદ્યામંદિર નજીક બાઇક પર આવેલો બે શખ્સ કર્મચારીનો રૂપિયા 15 લાખ ભરેલો થેલો ઝૂંટવી ફરાર થયા હતા. આ મામલે ઇડર પોલીસે (Idar Police) અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : વરાછા પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં આરોપીનું મોત થતાં અનેક સવાલ!

Advertisement

ખાનગી બેંકનો કર્મચારી રૂ.15 લાખ અન્ય બેંકમાં ભરવા નીકળ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) ઇડરમાં આવેલ એ.યુ. બેંકમાં કલેક્શનનું કામ કરતા વિક્રમસિંહ બળવંતસિંહ ઝાલા (રહે. જેઠાજીના મુવાડા, તા. તલોદ) બેંકમાંથી રૂ.15 લાખ રોકડ થેલામાં ભરી અન્ય બેંકોમાં ભરવા માટે રિક્ષામાં નિકળ્યા હતા. દરમિયાન, વિદ્યામંદિર નજીકથી પસાર થતી વેળાએ તેમની રિક્ષા નજીક એક બાઇક પર સવાલ બે લોકો આવ્યા હતા અને આંખનાં પલકારામાં રિક્ષામાં આગળ બેઠેલ વિક્રમસિંહ બળવંતસિંહ ઝાલા પાસેનો રોકડ ભરેલો થેલો ઝૂંટવી ફરાર થયા હતા.

Advertisement

આ પણ વાંચો - Amreli : વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં મોટો ઘટસ્ફોટ!

પોલીસે બે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી CCTV નાં આધારે તપાસ હાથ ધરી

ઈડરમાં ભરબપોરે બનેલી લૂંટની આ હચમચાવતી ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં PI સી.જી. રાઠોડ, PSI પી.એમ. ઝાલા અને તેમનો સ્ટાફ દોડી આવ્યો હતો. દરમિયાન, સમગ્ર ઘટના અંગે ઈડરનાં (Idar Police) ડીવાયએસપી સ્મિત ગોહિલ, SOG નાં પીએસઆઈ સી.જી.ચાવડા, એલસીબીનાં પીઆઈ કરંગીયાને જાણ થતાં તેઓ પણ સ્ટાફ સાથે આવ્યા હતા. ત્યારબાદ લૂંટનો ભોગ બનેલ વિક્રમસિંહ ઝાલા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Kajal Hindustani : કાજલ હિન્દુસ્થાનીની પોસ્ટમાં ધર્માંતરણ અંગે મોટો ઘટસ્ફોટ, BJP MLA પર ગંભીર આરોપ

Tags :
Advertisement

Trending News

.

×