Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'The Gujarat State Co-Operative Bank ના સૉફ્ટવેરમાં ખામીની વાત અફવા' - ચેરમેન અજય પટેલ

The Gujarat State Co-Operative Bank ના સૉફ્ટવેરમાં ખામીની અફવા એન્ટી વાયરસ સર્ટિફિકેટને લઈને વિલંબ : અજય પટેલ રાજ્યની તમામ જિ. સહકારી અને અર્બન બેંકોની કામગીરી ઠપ રાજ્યના લાખો ખાતેદાર ત્રણ દિવસથી પરેશાન ગુજરાતના લાખો ખાતેદાર છેલ્લા ત્રણ દિવસથી હેરાન...
04:01 PM Jul 31, 2024 IST | Harsh Bhatt

ગુજરાતના લાખો ખાતેદાર છેલ્લા ત્રણ દિવસથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. કારણ કે, રાજ્યની તમામ જિલ્લા સહકારી અને અર્બન બેન્કોની કામગીરી ઠપ થઈ છે. તમામ બેન્કોમાં કામગીરી ઠપ થઈ હોવાના કારણે રાજ્યની 45 જેટલી બેન્કોના લાખો ખાતેદાર સમસ્યામાં મુકાયા છે. આજે સતત ત્રીજા દિવસે પણ સહકારી બેંકોના ક્લિયરિંગ બંધ રહ્યા છે. મળતી માહિતીના અનુસાંર, સોફ્ટવેરમાં રેન્સમવેર નામનો વાયરસ આઈડેન્ટીફાય થતા આ સમસ્યા સર્જાઈ હતી. પરંતુ હવે ગુજરાત સ્ટેટ કૉ.ઑ. બેંકના ચેરમેનએ આ બાબતે સ્પષ્ટતા આપી છે. ચાલો અહેવાલમાં જાણીએ શું છે સમગ્ર ઘટના

રાજ્યના લાખો ખાતેદાર ત્રણ દિવસથી પરેશાન

રાજ્યની 45 જેટલી બેન્કોના લાખો ખાતેદાર તમામ જિલ્લા સહકારી અને અર્બન બેન્કોની કામગીરી ઠપ થવાથી છેલ્લા ત્રણ દિવસથી પરેશાન છે. સહકારી બેંકોમાં સ્ટેટ કૉ.ઑ. બેંકનો IFSC કૉડ વપરાય છે. છેલ્લા ત્રણ દિવસથી ઑનલાઈન ટ્રાન્સફર, કલિયરિંગ સહિતની કામગીરી ઠપ થઈ છે. આ તમામ બેન્કમાં માત્ર કેશ વિડ્રોલ અને બ્રાન્ચ ટ્રાન્સફરની સર્વિસ ચાલુ છે. વધુમાં હવે IT રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ખાતેદારો સલવાયા છે, હવે ઉલ્લેખનીય છે કે અનેક ખાતેદારોને બેંકના પાપે દંડ ભરવાનો વારો આવી શકે છે. ઑનલાઈન ટ્રાન્સફર, કલિયરિંગ સહિતની કામગીરી ઠપ હોવાના કારણે જમીનના અનેક દસ્તાવેજો પણ કેન્સલ થયા છે.

The Gujarat State Co-Operative Bank ના સૉફ્ટવેરમાં ખામીની અફવા : અજય પટેલ

અહેવાલો સામે આવ્યા હતા તેના અનુસાર, સોફ્ટવેરમાં રેન્સમવેર નામનો વાયરસ આઈડેન્ટીફાય થતા આ સમસ્યા સર્જાઈ હતી. પરંતુ હવે The Gujarat State Co-Operative Bank ના ચેરમેનએ આ બાબતે સ્પષ્ટતા આપી છે. The Gujarat State Co-Operative Bank ના ચેરમેનએ સ્પષ્ટતા આપી છે કે, The Gujarat State Co-Operative Bank ના સૉફ્ટવેરમાં ખામીની હોવાની વાત માત્ર અફવા છે. વાસ્તવમાં એન્ટી વાયરસ સર્ટિફિકેટને લઈને કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. વધુમાં આ મામલે બેન્કના સત્તાધીશોએ જલ્દીથી કામગીરી શરૂ થશે તેવી બાહેધરી આપી છે.

આ પણ વાંચો : ડોક્ટર OYO રૂમમાં યુવતી સાથે માણી રહ્યો હતો મજા, અચાનક ત્રાટક્યો યુવતીનો પતિ અને..

Tags :
AhmedabadBank chairman ajay patelbank workingBanking NewsGujarat BankGujarat FirstThe Gujarat State Co-Operative BankThe Gujarat State Co-Operative Bank chairmanworking close
Next Article