Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : પાવાગઢમાં આ પાંચ દિવસ રોપ-વે સેવા રહેશે બંધ, જાણો શું છે કારણ

અહેવાલ : નામદેવ પાટિલ, પંચમહાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જગતજનની મહાકાળી માતાજીના દર્શન માટે રોજે રોજ હાજરોની સંખ્યામાં માઇભક્તો આવે છે. જગતજનની મહાકાળી માતાજીના દર્શન કરવા માટે માઇભક્તો રોપ-વે સેવા શરૂ કરવામાં આવી છે જેનો બહોળી સંખ્યામાં લોકો ઉપયોગ કરે...
panchmahal   પાવાગઢમાં આ પાંચ દિવસ રોપ વે સેવા રહેશે બંધ  જાણો શું છે કારણ

અહેવાલ : નામદેવ પાટિલ, પંચમહાલ

Advertisement

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જગતજનની મહાકાળી માતાજીના દર્શન માટે રોજે રોજ હાજરોની સંખ્યામાં માઇભક્તો આવે છે. જગતજનની મહાકાળી માતાજીના દર્શન કરવા માટે માઇભક્તો રોપ-વે સેવા શરૂ કરવામાં આવી છે જેનો બહોળી સંખ્યામાં લોકો ઉપયોગ કરે છે.

Rope way service will be closed in Pavagadh

Advertisement

કારણ

માઇભક્તો માટે રોપ-વે ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા દર વર્ષે રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવે અને તેના ભાગરૂપે 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી આ પાંચ દિવસ રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ 12 ઓગસ્ટથી રોપ-વે સેવા રાબેતા મુજબ ચાલુ થશે.

Rope way service will be closed in Pavagadh

Advertisement

માઈભક્તોની સુવિધા માટે શરૂ કરવામાં આવી હતી રોપ-વે સેવા

યાત્રાધામ પાવાગઢ ખાતે માઈભક્તોને જગતજનની મહાકાળી માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા એટલે રોપ-વે સેવા ચલાવવામાં આવે છે, આ રોપ વે સેવા 5 દિવસ માટે બંધ એટલે કે તારીખ 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી મેઈન્ટેનન્સ માટે રોપ વે સેવા બંધ રહેશે.

12મી તારીખથી સેવા પૂર્વવત થશે

આ સમય દરમિયાન એટલે કે 5 દિવસ સુધી યાત્રાધામ પાવાગઢ ખાતે આવનારા માઇભક્તોને ફરજિયાત ડુંગરના પગથિયાં ચઢી જગતજનની મહાકાળી માતાજીના દર્શન કરવા પડશે. જો કે તારીખ 12 ઓગસ્ટના રોજથી રોપવે સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો : દીપડાની આવક જાવન ને પગલે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ યાત્રિકોની સુરક્ષાને લઈને બંધ રખાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.