Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarkantha: PMJAY CARD કાર્ડમાં ગેરરીતિ આચરનાર હોસ્પિટલના સંચાલકો વિરૂધ્ધ રજૂઆત 

અહેવાલ  - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં થોડાક દિવસ અગાઉ ભિલોડા તાલુકાના ભેટાલી ગામનો એક પરિવાર પોતાના ૧૮ દિવસના બાળકની સારવાર કરાવવા પી.એમ.જે.વાય કાર્ડ લઈને આવી કાર્ડ હોસ્પિટલના સંચાલકો...
sabarkantha  pmjay card કાર્ડમાં ગેરરીતિ આચરનાર હોસ્પિટલના સંચાલકો વિરૂધ્ધ રજૂઆત 
અહેવાલ  - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં થોડાક દિવસ અગાઉ ભિલોડા તાલુકાના ભેટાલી ગામનો એક પરિવાર પોતાના ૧૮ દિવસના બાળકની સારવાર કરાવવા પી.એમ.જે.વાય કાર્ડ લઈને આવી કાર્ડ હોસ્પિટલના સંચાલકો સમક્ષ રજૂ કર્યું હોવા છતાં સારવાર કરાવવા આવેલ પરિવાર પાસેથી બિન અધિકૃત રીતે અંદાજે રૂા. ૬૫૦૦ ખંખેરી લીધા હતા. જે અંગેનો મામલો જિલ્લા આરોગ્ય કચેરીમાં પહોચ્યા બાદ હોસ્પિટલના સંચાલકો પાસેથી ત્રણ ગણો દંડ વસુલવાનો નિર્ણય કર્યો છે. દરમ્યાન ગુરૂવારે બાળકના વાલી તથા અન્ય ૧૫ ગ્રામજનોએ જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરી એવી માંગણી કરી હતી કે હોસ્પિટલની પી.એમ.જે.વાય યોજનામાંથી કાયમી ધોરણે રદ કરવી જોઇએ.
બેબીકેર હોસ્પિટલના સંચાલકોએ કાર્ડની ઐસીતૈસી કરી જે પૈસા વસુલ્યા છે તે નિયમ વિરૂધ્ધ છે
આ અંગે ભેટાલી ગામના રહીશ અને બાળકના વાલી ચંદનસિંહ પરમારના જણાવાયા મુજબ બેબીકેર હોસ્પિટલના સંચાલકોએ કાર્ડની ઐસીતૈસી કરી જે પૈસા વસુલ્યા છે તે નિયમ વિરૂધ્ધ છે. અને તે સંદર્ભે તેઓ તથા અન્ય ગ્રામજનોએ ગુરૂવારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજુ સુતરીયા સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે અમે નિયમ મુજબ ત્રણ ગણો દંડ વસુલવાનો નિર્ણય કર્યો છે. બાકીની કાર્યવાહી કરવાની સત્તા જિલ્લા કલેકટર પાસે છે. તેથી જો તમારે વિશેષ રજુઆત કરવી હોય તો જિલ્લા કલેકટર સમક્ષ કરી શકાશે.
મુખ્યમંત્રી સમક્ષ પણ રજુઆત કરવાની તૈયારી દર્શાવી 
તો બીજી તરફ ભેટાલીના ગ્રામજનોએ આ મામલે છેલ્લે સુધી ન્યાય મેળવવા માટે જરૂર પડે ધરણાં કરવાની ચિમકી ઉચ્ચારી હતી. અને કદાચ મુખ્યમંત્રી સમક્ષ પણ રજુઆત કરવાની તૈયારી દર્શાવી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બેબીકેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો મામલો થાળે પાડવા માટે ગુરૂવારે પણ કેટલાક લોકો ભેટાલી પહોંચી ગયા હતા. પરંતુ તેઓ સમજાવટ કરવામાં નિષ્ફળ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.