Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch જિલ્લામાં 6 સ્થળેથી નીકળશે રથયાત્રા, તમામ તૈયારીઓને આખરી ઓપ

Bharuch: ભરૂચ શહેર માંથી ત્રણ સ્થળોએથી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળનાર હોવાના કારણે આયોજકો તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે જોકે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ એસપીની આગેવાનીમાં વિવિધ વિસ્તારોમાં...
08:02 PM Jul 06, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch district

Bharuch: ભરૂચ શહેર માંથી ત્રણ સ્થળોએથી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળનાર હોવાના કારણે આયોજકો તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે જોકે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ એસપીની આગેવાનીમાં વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું.

3 અલગ-અલગ રથ તૈયાર કરવામાં આવ્યા

ભરૂચ શહેરમાં 250 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની પૂજાની રથયાત્રા માટે 3 અલગ-અલગ રથ તૈયાર કરવામાં આવ્યા છે.ત્રણેય રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવશે અને નગરચર્યાએ નીકળનાર છે.જેના પગલે આયોજકો પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ભરૂચની આશ્રય સોસાયટી નજીક પણ ભગવાન જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની એક જ રથમાં નગરચર્યાએ નીકળનાર છે. જેને લઈ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તો ભરૂચના શીતલ સર્કલ નજીકથી ઈસ્કોન સમિતિ દ્વારા પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ઇસ્કોન સમિતિ દ્વારા પણ એક જ રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવનાર છે. આ ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાઓ નીકળનાર છે.

રથયાત્રાના દિવસે પણ રહેશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાયતે માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની આગેવાનીમાં ભરૂચના વિવિધ રથયાત્રા રોડ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. ફ્લેગ માર્ચનું ડ્રોનથી સમગ્ર રથયાત્રા રૂટના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા હતા. આ સાથે રથયાત્રાના દિવસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે. જેના પગલે ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી નીકળનારી રથયાત્રામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે સતત પોલીસ ખડે પગે ફરજ નિભાવનાર છે.

ડ્રોન કેમેરા તથા બોડી વન કેમેરા પોલીસકર્મીઓ સજ્જ

રથયાત્રામાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ ફરજ નિભાવનાર છે. આ સાથે પોલીસ કર્મચારીઓ બોડી વન કેમેરા સાથે તેના રહેશે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે મોટી માત્રામાં પોલીસ ખડે પગે ફરજ નિભાવનારી છે. વિવિધ પોલીસ મથકોમાંથી રથયાત્રામાં પોલીસ કર્મીઓને ફરજ નિભાવવા માટે પોઇન્ટો આપવામાં આવ્યા હતા. જેમાં રથયાત્રા પૂર્વે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ સાથે જીલ્લા પોલીસવડા મયુર ચાવડા સહીત પોલીસ અધિકારીઓએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં જગન્નાથ રથયાત્રાને લઈ પોલીસ બંદોબસ્ત અંગે રેન્જ આઈજી સંદીપસિંહે માહિતી આપી હતી.

ભરૂચ શહેરમાં રથયાત્રાને લઈ પોલીસ તંત્ર રહેશે ખડે પગે
પોલીસ કર્મીઓ - 637પી.આઈ - 9
હોમગાર્ડ - 351પીએસઆઇ - 30
ડીવાયએસપી - 02એસ.આર.પી - 36

ભરૂચ શહેરમાં કઇ રથયાત્રા કેટલા વાગે પ્રસ્થાન કરશે?

(1) આશ્રય સોસાયટી ઉડિયા સમાજની રથયાત્રા બપોરે 01:30 કલાકે
(2) ઈસ્કોન સમિતિની રથયાત્રા બપોરે 03 કલાકે પ્રસ્થાન કરશે
(3) ભોઈ પંચ દ્વારા ફુરજા બંદરેથી 04:30 કલાકે રથયાત્રા પ્રસ્થાન કરશે

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: મુળ તાપીના વતની CRPF જવાન મુકેશકુમાર ગામીતને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે Shaurya Chakra Award

આ પણ વાંચો:  Bharuch: ફૂરજા બંદરેથી ગુજરાતમાં સૌપ્રથમ રથયાત્રાનો પ્રારંભ થયો હોવાની માન્યતા

આ પણ વાંચો: Surat: સુરતમાં 6 માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, 7 વર્ષ પહેલાં બની હતી આ ઇમારત

Tags :
Bharuch Districtbharuch newsJagannathJagannath Rath YatraJagannath Rath Yatra 2024latest newsVimal Prajpati
Next Article