રાજકુમાર જાટ હત્યા કેસ: રાજસ્થાનનાં સાંસદે લોકસભામાં હત્યા મામલે નિષ્પક્ષ તપાસની કરી માંગ
- ગોંડલમાં થયેલ રાજકુમાર જાટનાં મોતનો મામલો
- રાજસ્થાનનાં સાંસદ દ્વારા લોકસભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો
- સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસ કરવામાં આવીઃ ઉમેદ્દરામ બેનીવાલ
Rajkumar jat Murder Case : મૂળ રાજસ્થાનનાં બીલવાડા જીલ્લાનાં જબરકિયા ગામ ખાતે રહેતા અને ગોંડલ ખાતે તેનાં પિતા સાથે રહી યુપીએસસીની તૈયારી કરી રહેલ રાજકુમાર જાટ (Rajkumar jat)ની હત્યા મામલે ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજકુમાર જાટ (Rajkumar jat) નાં મોતને લઈ જાટ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યા છે. આ મામલે રાજસ્થાનનાં સાંસદ ઉમેદરામ બેનીવાલ (MP Ummeda Ram Beniwal) દ્વારા લોકસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.
પરિવાર તેમજ સમાજમાં શોકનો માહોલઃ ઉમેદ્દરામ બેનીવાલ (સાંસદ, રાજસ્થાન)
રાજસ્થાનનાં સાંસદ ઉમેદ્દરામ બેનીવાલ (MP Ummeda Ram Beniwal) દ્વારા લોકસભામાં કહ્યું હતું કે, ગુજરાતનાં રાજકોટમાં રાજકુમાર જાટ (Rajkumar jat) ની થયેલ હત્યા મામલાને હું તમારા ધ્યાનમાં લાવવા માંગું છું. મૃત્યુ પામનાર વ્યક્તિ રાજસ્થાનનાં ભીલવાડા જીલ્લાનાં જબરકિયા ગામનાં નિવાસી હતી. જેઆ ગુજરાત ખાતે રહેતા તેનાં પિતા સાથે રહી યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા. રાજકુમારની હત્યા ષડયંત્ર રચી હત્યા કરી દેવામાં આવી છે. રાજકુમારની હત્યાને લઈ તેનો પરિવાર તેમજ સમગ્ર સમાજ શોક વ્યાપી જવા પામ્યો છે.
સીબીઆઈ તપાસની માંગ
સૂત્રો દ્વારા ઘટનાની થોડી જાણકારી મને મળી છે જે હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. જેમાં તા. 2 માર્ચનાં રોજ રાજકુમાર (Rajkumar jat) તેનાં પિતા સાથે મંદિર જઈ રહ્યો હતો. તે સમયે ગોંડલનાં પૂર્વ ધારાસભ્યનાં બંગલા પાસે કેટલાક લોકોએ જબરજસ્તી રોકીને બંગલાની અંદર લઈ ગયા હતા. અને કેટલાક લોકો દ્વારા રાજકુમાર સાથે મારપીટ કરી હતી. જે બાદ 3 માર્ચનાં રોજ રાજકુમાર તેનાં ઘરે સૂવા ગયો હતો પરંતું સવારે તે ઘરેથી ગાયબ હતો. જે બાદ તેનાં પિતા દ્વારા પોલીસને આ મામલે જાણ કરી હતી. પરંતું પોલીસ દ્વારા કોઈ મદદ કરવામાં આવી હતી. તા. 4 માર્ચનાં રોજ ગોંડલથી 55 કિલોમીટર દૂર હાઈવે પરથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા હીટ એન્ડ રનનો કેસ તરીકે નોંધી રાજકુમાર જાટનાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દીધો હતો. મારી માંગ છે કે આ અતિ સંવેદનશીલ મામલો છે. તેમજ વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીનાં રાજ્યની ઘટના છે. આ ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવી માંગ રાજસ્થાનનાં સાંસદ ઉમેદ્દરામ બેનીવાલ દ્વારા કરવામાં આવે જેથી પીડીત પરિવારને ન્યાય મળી શકે.
આ પણ વાંચોઃ VADODARA : SMC ના દરોડામાં 10 જુગારી ઝબ્બે, સંચાલકો ફરાર
રાજકુમાર જાટ ગોંડલ રાજકોટ હાઇવે પર નિ:વસ્ત્ર રસ્તા જોવા મળ્યો હતો
અગાઉ રાજકુમાર જાટ (Rajkumar jat) ગોંડલ રાજકોટ હાઇવે પર નિ:વસ્ત્ર રસ્તા જોવા મળ્યો હતો. તેમજ યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરવામાં આવી છે અને તેનું પણ નિવેદન લેવાયુ છે. તેમાં પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કોઇ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી નથી. જેમાં પરિવારજનોના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યુ છે. હાલમાં પોલીસ અકસ્માત સર્જનારની તપાસ કરી રહી છે, રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે. જાટ યુવાન રાજકુમારના મોત અંગે સૌથી મોટો ઘટસ્ફોટ થયો જેમાં રાજકુમારના મોત મામલે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ Gondal : યુવક પર હિચકારી હુમલો થતા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા લોકો ઉમટ્યા
જાણો શું હતો મામલો
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર(Rajkumar jat) સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.