Rajkumar Jat Case : પાટીદાર અગ્રણીએ આક્રોશ વ્યક્ત કર્યો, ગોંડલને ગણાવ્યું ગુજરાતનું "મિરઝાપુર"
- રાજકુમાર જાટના મોત મામલે પાટીદાર અગ્રણીએ કરી પોસ્ટ
- પાટીદાર અગ્રણીએ ગોંડલને ગુજરાતનું મિરઝાપુર ગણાવ્યું
- ગોંડલમાં ગુંડાગીરી છે જગ જાહેર: પરસોતમ પીપળીયા
રાજકુમાર જાટના મોત મુદ્દે રાજસ્થાનનાં સાંસદ દ્વારા આ બાબતે લોકસભામાં રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે. તો આજે ગોંડલનાં પાટીદાર અગ્રણીએ ગોંડલને મિરજાપુર ગણાવ્યું હતું. પરસોત્તમ પીંપળીયાએ સો. મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ બાબતે પરસોત્તમ પીંપળીયાએ જણાવ્યું હતું કે ગોંડલમાં ગુંડાગીરી જગજાહેર છે. પોલીસની કામગીરીથી અસંતોષ છે. તેમજ છેલ્લા ઘણા સમયથી જે ઘટનાઓ બની રહી છે તેને લઈ લખ્યું છે. ગુંડા તત્વોને કોઈ ચોક્કસ જ્ઞાતિ કે ધર્મ નથી હોતો. પોલીસે પણ કોઈની ભલામણ વગર કાર્યવાહી કરવી જોઈએ. ગોંડલમાં એક બાદ એક ઘટનાઓ બની રહી છે. જેનાં કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. પોલીસે દ્વારા કોઈની પણ ભલામણ કે પક્ષા પક્ષી વગર કડક કાર્યવાહી કરવી જોઈએ. રાજકુમાર જાટનાં મોત મામલે પરસોત્તમ પીંપળીયાએ નિવેદન આપ્યું હતું કે, જો મોત અકસ્માતનાં કારણે થયું છે તે સ્પષ્ટ છે. પરંતું જો યુવકને માર મારવામાં આવ્યો હોય તો તેને લઈને પણ પોલીસ કાર્યવાહી કરે તેવી આશા છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાત HC માં ન્યાયાધીશ માટે કોલેજિયમે 8 નામોની ભલામણ કરી, જુઓ યાદી
પરિવાર તેમજ સમાજમાં શોકનો માહોલઃ ઉમેદ્દરામ બેનીવાલ (સાંસદ, રાજસ્થાન)
રાજસ્થાનનાં સાંસદ ઉમેદ્દરામ બેનીવાલ (MP Ummeda Ram Beniwal) દ્વારા લોકસભામાં કહ્યું હતું કે, ગુજરાતનાં રાજકોટમાં રાજકુમાર જાટ (Rajkumar jat) ની થયેલ હત્યા મામલાને હું તમારા ધ્યાનમાં લાવવા માંગું છું. મૃત્યુ પામનાર વ્યક્તિ રાજસ્થાનનાં ભીલવાડા જીલ્લાનાં જબરકિયા ગામનાં નિવાસી હતી. જેઆ ગુજરાત ખાતે રહેતા તેનાં પિતા સાથે રહી યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા. રાજકુમારની હત્યા ષડયંત્ર રચી હત્યા કરી દેવામાં આવી છે. રાજકુમારની હત્યાને લઈ તેનો પરિવાર તેમજ સમગ્ર સમાજ શોક વ્યાપી જવા પામ્યો છે.
आज लोकसभा सदन में शून्यकाल के दौरान भीलवाड़ा निवासी राजकुमार जाट के गुजरात के गोंडल(राजकोट) में हुए हत्याकांड मामले की सीबीआई जांच कराने की मांग उठाई।
राजस्थान के भीलवाड़ा जिले के सहाड़ा विधानसभा क्षेत्र के झबरकिया गांव निवासी राजकुमार जाट की गुजरात के राजकोट (गोंडल) में 04 मार्च… pic.twitter.com/hMyW524q7Z— Ummeda Ram Beniwal (@UmmedaRamBaytu) March 19, 2025
સીબીઆઈ તપાસની માંગ
સૂત્રો દ્વારા ઘટનાની થોડી જાણકારી મને મળી છે જે હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. જેમાં તા. 2 માર્ચનાં રોજ રાજકુમાર (Rajkumar jat) તેનાં પિતા સાથે મંદિર જઈ રહ્યો હતો. તે સમયે ગોંડલનાં પૂર્વ ધારાસભ્યનાં બંગલા પાસે કેટલાક લોકોએ જબરજસ્તી રોકીને બંગલાની અંદર લઈ ગયા હતા. અને કેટલાક લોકો દ્વારા રાજકુમાર સાથે મારપીટ કરી હતી. જે બાદ 3 માર્ચનાં રોજ રાજકુમાર તેનાં ઘરે સૂવા ગયો હતો પરંતું સવારે તે ઘરેથી ગાયબ હતો. જે બાદ તેનાં પિતા દ્વારા પોલીસને આ મામલે જાણ કરી હતી. પરંતું પોલીસ દ્વારા કોઈ મદદ કરવામાં આવી હતી. તા. 4 માર્ચનાં રોજ ગોંડલથી 55 કિલોમીટર દૂર હાઈવે પરથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા હીટ એન્ડ રનનો કેસ તરીકે નોંધી રાજકુમાર જાટનાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દીધો હતો. મારી માંગ છે કે આ અતિ સંવેદનશીલ મામલો છે. તેમજ વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીનાં રાજ્યની ઘટના છે. આ ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવી માંગ રાજસ્થાનનાં સાંસદ ઉમેદ્દરામ બેનીવાલ દ્વારા કરવામાં આવે જેથી પીડીત પરિવારને ન્યાય મળી શકે.
રાજકુમાર જાટ ગોંડલ રાજકોટ હાઇવે પર નિ:વસ્ત્ર રસ્તા જોવા મળ્યો હતો
અગાઉ રાજકુમાર જાટ (Rajkumar jat) ગોંડલ રાજકોટ હાઇવે પર નિ:વસ્ત્ર રસ્તા જોવા મળ્યો હતો. તેમજ યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરવામાં આવી છે અને તેનું પણ નિવેદન લેવાયુ છે. તેમાં પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કોઇ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી નથી. જેમાં પરિવારજનોના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યુ છે. હાલમાં પોલીસ અકસ્માત સર્જનારની તપાસ કરી રહી છે, રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે. જાટ યુવાન રાજકુમારના મોત અંગે સૌથી મોટો ઘટસ્ફોટ થયો જેમાં રાજકુમારના મોત મામલે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે.
Rajasthan ના વકીલ Jayant Moond નો જયરાજસિંહને ખુલ્લો પડકાર
“હિંમત હોય તો જયરાજસિંહ રાજસ્થાન આવે!”@jayantmoond #Gujarat #Rajkot #Gondal #RajkumarJat #JayrajsinhJadeja #JayantMoond #Rajasthan #Advocate #GujaratFirst pic.twitter.com/JamiOOZF0L— Gujarat First (@GujaratFirst) March 20, 2025
જાણો શું હતો મામલો
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર(Rajkumar jat) સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.
આ પણ વાંચોઃ Bhavnagar : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, કહ્યું - 'ઠાકર કરે ઈ ઠીક' નાં વિચાર સાથે ભરવાડ સમાજ..!