Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં 108ની એમ્બ્યુલન્સ ટીમે સમયસુચકતા વાપરી મહિલાનો બચાવ્યો જીવ

જન આશીર્વાદ પ્રાપ્ત કરનારી 108 એમ્બ્યુલન્સ (Ambulance) સેવાના પ્રતિનિધિ ડોક્ટર્સ અને સ્ટાફ વિકટ પરિસ્થિતિનો સામનો કરીને પણ અનેક જિંદગી રોજેરોજ બચાવી રહ્યા છે. જેના પરિણામે 108 સેવા આજ વિશ્વાસ અને ચોક્સાઈનો પર્યાય બની ચુકી છે. 108 માટે આવતા મોટાભાગના કોલ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે. નવજાત શિશુઓને નિ:શુલ્ક સારવાર પૂરી પાડી 108 સેવા રાજ્યના લાખો નાગરિકો માટે જીવન રક્ષક બની છà
રાજકોટમાં 108ની એમ્બ્યુલન્સ ટીમે સમયસુચકતા વાપરી મહિલાનો બચાવ્યો જીવ
જન આશીર્વાદ પ્રાપ્ત કરનારી 108 એમ્બ્યુલન્સ (Ambulance) સેવાના પ્રતિનિધિ ડોક્ટર્સ અને સ્ટાફ વિકટ પરિસ્થિતિનો સામનો કરીને પણ અનેક જિંદગી રોજેરોજ બચાવી રહ્યા છે. જેના પરિણામે 108 સેવા આજ વિશ્વાસ અને ચોક્સાઈનો પર્યાય બની ચુકી છે. 108 માટે આવતા મોટાભાગના કોલ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે. નવજાત શિશુઓને નિ:શુલ્ક સારવાર પૂરી પાડી 108 સેવા રાજ્યના લાખો નાગરિકો માટે જીવન રક્ષક બની છે. ક્રીટીકલ કેઈસમાં પણ ડોક્ટર્સની ઓનલાઈન મદદ મેળવી યોગ્ય સારવાર ૧૦૮ના આરોગ્યકર્મીઓ દ્વારા આપવામાં આવે છે. 
મહિલાના પરિવારે ફોન કર્યો
અત્યંત નાજુક સ્થિતિમાં પણ માતાનો જીવ બચાવી હેમખેમ હોસ્પિટલ પહોંચાડ્યાના એક કેસ વિશે વિગતો આપતા રાજકોટ જિલ્લાના સુપરવાઈઝર વિરલ ભટ્ટે જણાવ્યું હતું કે, રાજકોટના શાપર-વેરાવળ ખાતે રહેતા કાજલબેન શૈલેશભાઈ સોલંકી, ઉ.વ. ૨૬ને પ્રસુતિની પીડા ઉપડતા તેમના પરીજનોએ સત્વરે સારવાર માટે 108માં કોલ કર્યો હતો. 
સફળ ડીલીવરી કરાવી
હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ત્વરિત પહોંચી ગઈ હતી. તે દરમિયાન પ્રસુતાને અસહ્ય વેદના થતા એમ્બ્યુલન્સમાં જ ડીલીવરી કરવવાની ફરજ પડી હતી. ઈ.એમ.ટી. કીશન રાજાણીએ પાયલોટ ઘનશ્યામભાઈ આહિરની મદદ મેળવી સમયસુચકતા વાપરી ડો. ભાવિકની ઓનલાઈન મદદ મેળવી સફળ ડીલીવરી કરાવી હતી. પરંતુ તંદુરસ્ત શિશુને જન્મ આપ્યા બાદ માતાને પોસ્ટપોર્ટમ હેમરેજ એટલે કે શરીરમાંથી વધુ પ્રમાણમાં રક્તસ્ત્રાવ થઈ જતાં માતાની હાલત અંત્યત નાજુક થઈ ગઈ હતી. માતાને એમ્બ્યુલન્સમાં જ જરૂરી સારવાર પૂરી પાડી, વધુ સારવાર અર્થે હેમખેમ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. 
સમયસર સારવાર
તેઓએ ઉમેર્યું હતું કે, 108 ટીમની સમયસુચકતાથી પોસ્ટપોર્ટમ હેમરેજ થયેલ માતાને પણ સમયસર સારવાર આપી મોતના મુખમાં જતા બચાવતા તેઓના પરિવારજનોએ 108ની સેવાનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માન્યો હતો તથા સરકાર દ્વારા શરૂ થયેલી 108ની ઉમદા સેવાને બિરદાવી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.