લીલી પરિક્રમા કરવા જતા શ્રદ્ધાળુઓને Rajkot એસટી વિભાગની ભેટ, 50 એક્સ્ટ્રા બસો દોડાવાશે
- વધારાની 50 જેટલી મોટી બસ રાજકોટથી જૂનાગઢ સુધી દોડાવાશે
- 5 દિવસ સુધી એક્સ્ટ્રા બસ રાજકોટથી જૂનાગઢ વચ્ચે દોડશે
- વધારાની આ બસો 5 દિવસ સુધી રાત્રિ-દિવસ કાર્યરત રહેશે
Rajkot: વર્ષોથી યોજાતી ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પરિક્રમા કરવા આવતા યાત્રિકોના ટ્રાફિકને પહોંચી વળવા અને લોકોને સરળ પરિવહન સુવિધા મળી રહે તે માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. લોકોને ઊભા ઊભા ન જવું પડે તે માટે વધારાની 50 જેટલી મોટી બસ રાજકોટ (Rajkot)થી સીધી જૂનાગઢ સુધી દોડાવાશે. 5 દિવસ સુધી એક્સ્ટ્રા બસ રાજકોટથી જૂનાગઢ વચ્ચે દોડશે. રાજકોટથી ઉપરાંત અમદાવાદ અને કચ્છથી પણ પરિક્રમા કરવા ઘણા લોકો આવતા હોય છે તેઓ રાજકોટથી આ બસ મારફત જૂનાગઢ પરિક્રમા કરવા જઈ શકશે.
રાજકોટ ST વિભાગે ટ્રાફિકની વ્યવસ્થા સુધારવા મહત્નનો નિર્ણય
ગિરનાર પરિક્રમાની મહત્વતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે વિશેષ છે. દર વર્ષે ગુજરાતના અનેક જિલ્લાઓથી તેમજ દૂર-દૂરથી મોટી સંખ્યામાં યાત્રિકો ગિરનાર માટે આવે છે. આ યાત્રિકોની સંખ્યા વધતી રહી છે, જેની કારણસર ટ્રાફિકનો ભાર વધી જતો હોય છે અને લોકો માટે પરિવહન સમસ્યાઓ ઉભી થાય છે. ગિરનારના પર્વત સુધી પહોંચવા માટે યાત્રિકોને બસનો ઉપયોગ વધારે કરતા હોય છે. આ સમસ્યાને સમાધાન કરવા માટે, રાજકોટ એસ.ટી. વિભાગે ટ્રાફિકની વ્યવસ્થા સુધારવા અને યાત્રિકોને સરળતાથી ગિરનાર પહોંચી પહોંચવા માટે મોટા પગલાં ઊઠાવ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: ગોમતીપુરમાં પ્લાસ્ટિકના વેસ્ટમાં લાગી આગ, 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે...
આ બસો 5 દિવસ સુધી રાત્રિ-દિવસ કાર્યરત રહેશે
રાજકોટ-જૂનાગઢ વચ્ચે 50 વધારાની બસો આરંભ કરવાના આયોજનથી યાત્રિકોને મોટી રાહત મળશે. આ વધારાની બસો 5 દિવસ સુધી રાત્રિ-દિવસ કાર્યરત રહેશે, જેથી ગિરનાર પરિક્રમા માટે આવનારા યાત્રિકોને સમયસર અને આરામથી સ્થળ સુધી પહોંચવું સરળ બને રહેશે. આ રીતે, યાત્રિકોને ઊભા ઊભા રહીને નથી રાહ જોવાવવાનું અને તેઓ સુવિધાપૂર્વક પોતાના યાત્રા માર્ગ પર આગળ વધી શકશે.
આ પણ વાંચો: Panchmahal: પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મળી આવ્યો પોલીસ કર્મીનો મૃતદેહ
ગુજરાતની પ્રખર શ્રદ્ધાનો એક મહત્વપૂર્ણ ભાગ એટલે લીલી પરિક્રમા
આ સાથે સાથે અમદાવાદ અને કચ્છથી પણ અનેક શ્રદ્ધાળુઓ ગિરનાર પરિક્રમા કરવા માટે આવતા હોય છે, તેઓને પણ હવે રાજકોટથી જૂનાગઢ સુધીની ઈલેક્ટ્રિક બસ અને 2x2 એ.સી. બસ સેવાઓ મળી રહેશે. જેના કારણે દરેક યાત્રિકને સરળ અને આરામદાયક પરિવહન સુવિધાઓ મળી રહેશે. જે ગુજરાતની પ્રખર શ્રદ્ધાનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહેશે.
આ પણ વાંચો: Siddhpur ખળી ચોકડી પાસે ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયાર વડે થઈ યુવકની હત્યા