Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ, નિયમ વિરૂદ્ધ લેવાઈ રહીં હતી પરીક્ષાઓ

હોમિયોપેથી કાઉન્સિલના નિયમ વિરૂદ્ધમાં પરીક્ષા લેવાતી હોવાનું ખુલ્યું નિયમ અનુસાર વિદ્યાર્થી પાસ થવા માટે વધુ 4 ટ્રાઇ આપી શકે યુનિ. વિદ્યાર્થીઓને પાંચ વાર પરીક્ષા આપવા દેતી હતી પાંચ ટ્રાઇ પાસ થયેલા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન અટકતા મામલો સામે આવ્યો Rajkot: ગુજરાતમાં...
rajkot  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ  નિયમ વિરૂદ્ધ લેવાઈ રહીં હતી પરીક્ષાઓ
  1. હોમિયોપેથી કાઉન્સિલના નિયમ વિરૂદ્ધમાં પરીક્ષા લેવાતી હોવાનું ખુલ્યું
  2. નિયમ અનુસાર વિદ્યાર્થી પાસ થવા માટે વધુ 4 ટ્રાઇ આપી શકે
  3. યુનિ. વિદ્યાર્થીઓને પાંચ વાર પરીક્ષા આપવા દેતી હતી
  4. પાંચ ટ્રાઇ પાસ થયેલા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન અટકતા મામલો સામે આવ્યો

Rajkot: ગુજરાતમાં અત્યારે વિવાદ સતત વધી રહ્યા છે. છાસવારે કોઈને કોઈ વિવાદ સામે આવે છે. ખાસ તો રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદમાં સપડાયેલી રહે છે. ત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, હોમિયોપેથીક કાઉન્સિલના નિયમ વિરૂદ્ધમાં પરીક્ષા લેતી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, હોમિયોપેથીક કાઉન્સિલ નિયમ અનુસાર વિદ્યાર્થી પાસ થવા માટે વધારેમાં વધારે 4 વાર ટ્રાઈ આપી શકે પરંતુ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પાંચ પાંચ વાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવતી હતી.

Advertisement

આ પણ વાંચો: Israel and Hezbollahના ઝઘડામાં હવે જગત જમાદારની આર્મી પણ પહોંચશે...

હાઇકોર્ટની નોટિસ મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દોડધામ મચી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 5 ટ્રાયલે પાસ થયેલા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન અટકતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. વિગતો એવી પણ સામે આવી છે કે, આ મામલે વિદ્યાર્થીએ હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે. જેથી કોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નોટિસ આપી છે. હાઇકોર્ટની નોટિસ મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દોડધામ મચી જવા પામી છે. સ્વાભાવિક છે કે, આ સમગ્ર બાબતમાં ગેરરીતિના એંધાર્ણ વર્તાઈ રહ્યાં છે. આ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે.

Advertisement

આ પણ વાંચો: Hezbollahનો વળતો હુમલો, ઇઝરાયેલમાં ઇમરજન્સી જાહેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વારંવાર વિવાદમાં આવતી હોય છે

સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વારંવાર વિવાદમાં આવતી હોય છે. ક્યારેક ત્યાની હોસ્ટેલમાં દારૂની બોતલો મળી આવે છે, ક્યારેક ગાંજાના છોડ મળી આવે છે. ત્યારે હવે ફરી વિવાદ સામે આવ્યો છે. નોંધનીય છે કે, હોમિયોપેથીક કાઉન્સિના નિયમ વિરૂદ્ધમાં પરીક્ષા લેતી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે 5 ટ્રાયલે પાસ થયેલા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન અટક્યું હતું.

Advertisement

આ પણ વાંચો: જોરદાર ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું Japan, સુનામીનો વધ્યો ખતરો

Tags :
Advertisement

.