RAJKOT : રાજકોટ મચ્છરજન્ય રોગે ઉંચક્યું માથું, સપ્તાહમાં ડેન્ગ્યુના નોંધાયા 19 કેસ
- RAJKOT માં મચ્છરજન્ય રોગે ઉંચક્યું માથું
- એક સપ્તાહમાં ડેન્ગ્યુના નોંધાયા ૧૯ કેસ
- જયારે મેલેરિયા નો એક કેસ નોંધાયો
- ટાઇફોઇડના પણ એક સાથે નોંધાયા ૫ કેસ
- રાજકોટમાં વરસાદ થંબી ગયા બાદ મચ્છરો નો વધ્યો ત્રાસ
RAJKOT માં મચ્છરજન્ય રોગઓએ નાગરિકોનો ત્રાસ વધારી દીધો છે. રાજકોટમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયાનો પણ એક કેસ પણ સામે આવ્યો છે. આ સાથે જ ટાઇફોઇડના 5 કેસો પણ નોંધાયા છે. મચ્છર શહેરમાં વરસાદી મોસમના અંત પછીની સ્થિતિને ગંભીર બનાવી રહ્યા છે. મચ્છરોના વધતા સંક્રમણના કારણે આ રોગચાળાઓમાં વધારો થયો છે, ખાસ કરીને જયારે બંધિયાર પાણીમાં મચ્છરોનું બ્રીડિંગ ઝડપી બને છે.
RAJKOT માં મચ્છરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી
RAJKOT માં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય રોગચાળામાં થયેલા આ વધારા સામે મનપાની આરોગ્ય શાખાની પોરાનાશક કામગીરી અને જાગૃતિ અભિયાનમાં નિષ્ફળતા સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. શહેરમાં માત્ર થોડા વરસાદી ઝાપટા પડ્યા છે, છતાં મચ્છરોના વધતા પ્રકોપને કારણે રોગચાળા સામે શહેરના નાગરિકોને સંજોગોનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના આરોગ્ય વિભાગે મચ્છર નિયંત્રણ માટે વધુ અસરકારક પગલાં લેવામાં આવતા નથી, જેને કારણે આરોગ્ય સંકટ ઊભું થયું છે.
અમદાવાદ શહેરમાં લેવાયા હતા આ કડક પગલાં
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગને અટકાવવા માટે કેટલાક કડક પગલા લેવામાં આવ્યા હતા. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં મચ્છરોનાં બ્રિડિંગનું ચેકિંગ હાથ ધરાયું હતું. આ કામગીરી દરમિયાન કોર્પોરેશન દ્વારા 214 શાળાને નોટિસ ફટકારવામાં આવી હતો અને રૂ. 2 લાખનો સુધીનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત, થલતેજની શિવ આશિષ સ્કૂલની ઓફિસ સીલ કરાઈ હતી. જ્યારે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને (St. Xavier's School) રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : SURAT: વધુ એક નકલી ફેક્ટરીનો થયો પર્દાફાશ, DETTOL અને HARPIC ની પ્રોડક્ટસનું કરાતું હતું ડુપ્લીકેશન