Rajkot રેલવે તંત્રના પાપે દિવ્યાંગો પરેશાન, હાસ્ય કલાકારે વીડિયો વાયરલ કરી વ્યક્ત કર્યો રોષ
- પ્લેટફોર્મ પર લિફ્ટ બંધ, દિવ્યાંગોને પગથિયા ચડવાનો વારો
- હાસ્ય કલાકાર જય છનીયારાએ પ્લેટફોર્મનો વીડિયો કર્યો વાયરલ
- વારંવાર લિફ્ટ બંધ થતા રેલવે તંત્રની કામગીરી પર અનેક સવાલો
Rajkot: રાજકોટ રેલવે સ્ટેશન પર દિવ્યાંગ મુસાફરો માટે કઈક મુશ્કેલીનું સામનો કરી રહ્યા છે. સ્ટેશન પર આવેલી લિફ્ટ સતત બંધ રહેતી હોવાથી, દિવ્યાંગોને પગથિયા ચડવાનો વારો આવ્યો છે. જે તેમના માટે અઘરું અને મુશ્કેલ બની જાય છે. આ ઘટના પર હાસ્ય કલાકાર (Comedian) જય છનીયારા ( Jay Chhaniyara) દ્વારા સ્ટેશન પરના સમસ્યાનો વીડિયો વાયરલ કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે. આ સાથે રાજકોટના રેલવે પ્લેટફોર્મને લઈને અનેક સવારો થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: Rajkot સિવિલ હોસ્પિટલ સારવારને લઈને ફરી વિવાદમાં! દર્દી સાથે આવો વ્યવહાર?
હાસ્ય કલાકારે રેલવે તંત્રની કામગીરી પર ઉઠાવ્યાં સવાલ
હાસ્ય કલાકાર જય છનીયારા (Jay Chhaniyara)એ પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરી કર્યો છે. જેમાં ફક્ત એક લિફ્ટનાં બંધ થવાને કારણે દીવ્યાંગો પરેશાન થતા જોવા મળે છે. તેમણે રેલવે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને એના સુધારણા માટે આકરી માંગણી કરી છે. આ સમસ્યા, જે દરરોજના મુસાફરી માટેની એક મોટી અડચણ બની ગઈ છે, તેને હલ કરવાનો સમય આવી ચૂક્યો છે.
આ પણ વાંચો: VADODARA : જોગીદાસ વિઠ્ઠલદાસની પોળમાં અટકચાળા બાદ ધાબા પોઇન્ટ પર તૈનાતી
કેમ વારંવાર રેલવે વિભાગ ની લિફ્ટ થાય છે બંધ?
અહીં પ્રશ્ન એ થાય છે કે, આખરે કેમ વારંવાર આ લિફ્ટ બંધ થઈ જાય છે? આ લિફ્ટનું કાયમી નિરાકરણ આવવું ખુબ જ જરૂરી છે. કારણે કે, લિફ્ટ બંધ હોવાના કારણે દિવ્યાંગજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. નોંધનીય છે કે, રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર લિફ્ટ બંધ હોવાના કારણે દિવ્યાંગોને પગથિયા ચડી જવું પડે છે. સ્વાભાવિક છે કે, જે દિવ્યાંગોને ચાલવામાં પણ તકલીફ પડતી હોય તે પગથિયા કેવી રીતે ચઢી શકે? આ મામલે અત્યારે રેલવે તંત્રની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: 'The Sabarmati Report' ફિલ્મ ગુજરાતમાં થઈ ટેક્સ ફ્રી, જાણો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું..