Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot: અધધ.. મહાનગરપાલિકાનું પાણી વેરાનું 251 કરોડ રૂપિયાનું બિલ બાકી!

Rajkot: રાજકોટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે. અત્યારે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) ચર્ચામાં આવી છે. ચોંકાવના સમાચાર સામે આવ્યા છે કે, રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના પાણી વેરા પેટે 251 કરોડ રૂપિયાનું બિલ બાકી છે. મળતી...
12:23 PM Jul 25, 2024 IST | VIMAL PRAJAPATI
Rajkot Municipal Corporation

Rajkot: રાજકોટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે. અત્યારે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) ચર્ચામાં આવી છે. ચોંકાવના સમાચાર સામે આવ્યા છે કે, રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના પાણી વેરા પેટે 251 કરોડ રૂપિયાનું બિલ બાકી છે. મળતી વિગતો પ્રમાણે જુના અને સંપ કનેક્શનઓનું લિંક તેમજ રદ કરાયેલા કનેક્શન લિંક ન થતા વ્યાજ સાથે કરોડો રૂપિયા બાકી હોવાનું સામે આવ્યું છે.

251 કરોડ મનપા વસૂલ કરી શકતી નથી

નોંધનીય છે કે, રાજકોટ (Rajkot) શહેરના 5.45 લાખ ઘરોમાં દરરોજ 20 મિનિટ પાણી આપવામાં આવી છે. છેલ્લા દસ વર્ષમાં 48,097 આસામીઓના પાણી વેરા પેટે બાકી 251 કરોડ મનપા વસૂલ કરી શકતી નથી.એક બાજુ મહાનગરપાલિકાને પાણી પહોંચાડવાનો કરોડ રૂપિયાનો ખર્ચ તો બીજી બાજુ પાણી વેરો કરોડો રૂપિયા બાકી હોય તેવું જાણવા મળ્યું છે. આખરે કેમ પાણી વેરો ઉઘરાવવામાં નથી આવ્યો? કેમ માહનગરપાલિકા વેરો વસુલવામાં પાછી પાની કરી રહ્યું છે?

વેરો બાકી હોવાથી મનપા પર કરોડોનું આર્થિક ભારણ વધ્યું

મહત્વની વાત તો એ છે કે, અત્યારે પાણી વેરો બાકી હોવાના કારણે મહાનગરપાલિકા પર કરોડોનું આર્થિક ભારણ છે. તો તેના માટે કેમ વેરો વસુલવામાં નથી આવતો? મળતી વિગતો પ્રમાણે અત્યારે મનપા આસામીઓ પાસેથી વેરાની રકમ વસૂલી શકી નથી. જોકે, કેમ વેરો વસૂલવામાં નથી આવ્યો તે કારણ સામે આવ્યું નથી. છેલ્લા 10 વર્ષમાં 48,097 આસામીઓ પાસેથી વેરો વસુલવાનો બાકી છે. નોંધનીય છે કે, પાણી વેરો બાકી હોવાથી મનપા પર કરોડોનું આર્થિક ભારણ છે.

આ પણ વાંચો: Gujarat: શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર, ફરી એકવાર બહાર પડી જ્ઞાન સહાયની ભરતી

આ પણ વાંચો: Surat: લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ફાયર જવાનો દ્વારા SRP જવાનોને કરાયા રેસ્ક્યુ

આ પણ વાંચો: Pavagadh: હિલ સ્ટેશનને પણ ભુલાવી દે એવો કુદરતી નજારો, વાદળોથી ઢંકાયો ડુંગર

Tags :
Gujarati NewsLatest Gujarati NewsLatest Rajkot NewsMunicipal CorporationRajkot Municipal CorporationRajkot Municipal Corporation NewsRajkot NewsRMCVimal Prajapati
Next Article