Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: લોકમેળાનો લોખંડી પ્લાન તૈયાર, ચારેય તરફ પોલીસ કાફલો રહેશે તૈનાત

લોકોમેળામાં કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે લોકો માટે 17 જગ્યાએ ફ્રી પાર્કિંગ રાખવામાં આવ્યું મેળા માટે 10 કરોડોનો વીમો પણ લેવામાં આવ્યો Rajkot: રાજકોટમાં અત્યારે મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. જેથી રાજકોટના લોકોમેળા તંત્રે વ્યવસ્થાઓ જાહેર કરી દેવામાં આવી...
rajkot  લોકમેળાનો લોખંડી પ્લાન તૈયાર  ચારેય તરફ પોલીસ કાફલો રહેશે તૈનાત

લોકોમેળામાં કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે

Advertisement

લોકો માટે 17 જગ્યાએ ફ્રી પાર્કિંગ રાખવામાં આવ્યું

મેળા માટે 10 કરોડોનો વીમો પણ લેવામાં આવ્યો

Advertisement

Rajkot: રાજકોટમાં અત્યારે મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. જેથી રાજકોટના લોકોમેળા તંત્રે વ્યવસ્થાઓ જાહેર કરી દેવામાં આવી છે. મેળાની વિગતે વાત કરવામાં આવે તો, લોકો મેળામાં કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે. આ સાથે સાથે રમકડાના 140, ખાણીપીણીના 32, આઈસ્ક્રીમના 16, ટી કોર્નર 1, નાની ચકરડીના 15 અને મોટી રાઇડ્સના 31 ને મંજૂરી મળી ગઈ છે. એટલું જ નહીં પરંતુ મોટી રાઇડ્સ ફિટનેસ સર્ટી આપ્યા બાદ જ મંજૂરી આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara: આજે રાત્રે 9 વાગે ન્યાય મૌન રેલી, મહારાણી રાધિકારાજે ગાયકવાડે કરી જાહેરાત

Advertisement

17 જગ્યાએ ફ્રી પાર્કિંગ રાખવામાં આવ્યું

મેળામાં કાયદોનો અને વ્યવસ્થા માટે 1266 પોલીસ જવાનો, 125 પ્રાઈવેટ સિક્યુરિટી, 14 વોચ ટાવર રાખવામાં આવ્યા છે. મેળામાં આવવા માટે લોકો વાહન લઈને આવતા હોય છે. જેથી તેમના માટે 17 જગ્યાએ ફ્રી પાર્કિંગ રાખવામાં આવ્યું છે. મેળા માટે 10 કરોડોનો વીમો પણ લેવામાં આવ્યો. જેથી કોઈ જાનહાનિ કે નુકશાન થાય તો તેનું વળતર મેળવી શકાશે. આ સાથે સાથે 5 એમ્બ્યુલન્સ અને 5 ફાયર ફાઈટરને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad : સંતો-મહંતો, સેવકોની હાજરીમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી, શક્તિસિંહ ગોહિલે કહ્યું- ધર્મસત્તાને દબાવી..!

રાત્રીના 11:30 વાગ્યા બાદ મેળાની એન્ટ્રી બંધ કરાશે

મેળામાં આવતા લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે, રાત્રીના 11:30 વાગ્યા બાદ મેળાની એન્ટ્રી બંધ કરવામાં આવશે. જેથી મેળાનું નિયમન થઈ શકે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ (Rajkot)માં ભરાતા આ મેળાનું ખુબ જ મહત્વ હોય છે. અને આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રિયા લોકો છે. જેથી મેળામાં મોટી સંખ્યામાં આવે છે અને આનંદ માણતા હોય છે.

આ પણ વાંચો: PM Modi in Poland : PM મોદીએ જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે પાઠવી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત

Tags :
Advertisement

.