Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT : ઇલેક્ટ્રિક શોર્ટથી યુવતીના મોત મામલે મનપા રોશની વિભાગની તપાસમાં થયા મોટા ખુલાસા, શું જવાબદાર વ્યક્તિઓને થશે સજા?

RAJKOT ભર વરસાદમાં ઇલેક્ટ્રિક શોર્ટથી યુવતીના મોત મામલે અંતે નોંધાઈ ફરિયાદ નિરાલી વિનોદભાઈ કાકડીયા 22 વર્ષીય યુવતીનું વીજ શોર્ટથી થયું હતું મોત જોકે ફરિયાદમાં કોન્ટ્રાકટરના નામને બદલે અજાણ્યા શકશો સામે નોંધાઈ ફરિયાદ RAJKOT : રાજકોટમાં (RAJKOT) થોડા દિવસ પહેલા...
rajkot   ઇલેક્ટ્રિક શોર્ટથી યુવતીના મોત મામલે મનપા રોશની વિભાગની તપાસમાં થયા મોટા ખુલાસા  શું જવાબદાર વ્યક્તિઓને થશે સજા
  • RAJKOT ભર વરસાદમાં ઇલેક્ટ્રિક શોર્ટથી યુવતીના મોત મામલે અંતે નોંધાઈ ફરિયાદ
  • નિરાલી વિનોદભાઈ કાકડીયા 22 વર્ષીય યુવતીનું વીજ શોર્ટથી થયું હતું મોત
  • જોકે ફરિયાદમાં કોન્ટ્રાકટરના નામને બદલે અજાણ્યા શકશો સામે નોંધાઈ ફરિયાદ

RAJKOT : રાજકોટમાં (RAJKOT) થોડા દિવસ પહેલા ભર વરસાદમાં કોર્પોરેશન અને PGVCLની બેદરકારીના કારણે 22 વર્ષની એક યુવતીને પોતાનો જોવ ગુમાવવો પડયો હતો.ડીવાઈડર ઉપર વીજપોલની નીચે ખુલ્લો વાયર પડયો હોવાથી ત્યાંથી પસાર થતી 22 વર્ષીય નિરાલી વિનોદભાઈ કાકડીયાએ કરંટ લાગતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોર્પોરેશન અને PGVCLની બેદરકારીના કારણે એક નિર્દોષ યુવતીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતા પરિવારજનો ઉપર દુખનો પહાડ તૂટી પડયો હતો અને તેઓ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. જોકે તેના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ તે ફરિયાદમાં કોન્ટ્રાકટરના નામને બદલે અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે.હવે આ મામલે મનપા રોશની વિભાગની તપાસમાં નવા ખુલાસા થયા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

22 વર્ષીય યુવતીએ ગુમાવ્યો હતો જીવ

અત્યારના સમયમાં અવાર નવાર તેવા સમાચાર સામે આવતા હોય છે કે, કોઈ સંસ્થા કે અધિકારીની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. થોડા દિવસ પહેલા રાજકોટમાંથી (RAJKOT) પણ એવી જ એક ઘટના સામે આવી હતી જેમાં કોર્પોરેશન અને PGVCLની બેદરકારીના કારણે 22 વર્ષની એક યુવતીને પોતાનો જોવ ગુમાવવો પડયો હતો.જેના બાદ પરિવારજનો દ્વારા જવાબદાર વ્યક્તિઓને સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.જો કે ફરિયાદમાં કોન્ટ્રાકટરના નામને બદલે અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.સૂત્રોના દ્વારા મળતી માહિતીના અનુસાર, પોલીસ દ્વારા આ ઘટના પાછળ જવાબદાર કોન્ટ્રાકટરને બચાવવાના પ્રયાસો કરાયા હતા.

RAJKOT મનાપા રોશની વિભાગની તપાસમાં થયા આ ખુલાસા

જેના બાદ હવે રાજકોટ (RAJKOT) મનપા રોશની વિભાગની તપાસમાં કેટલાક નવા ખુલાસા સામે આવ્યા છે.રાજકોટ (RAJKOT) મનપા રોશની વિભાગની તપાસમાં કોન્ટ્રાકટરની બેદરકારી હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતીના અનુસાર, લાઈટિંગ હોર્ડિંગ ના વાયર ખુલ્લા રહ્યા હોવાના કારણે પોલમાં શોર્ટ થયો હતો. વધુમાં તે પણ જાણવા મળ્યું હતું કે, અગાઉ પણ કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે યુવકે જીવ ગુમાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : VADODARA : જિલ્લાની શાળાના 9 ગુલ્લેબાજ શિક્ષકોને કાઢી મુકવાની તૈયારી

Advertisement
Tags :
Advertisement

.