Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT : સોડવદર ગામમાં અવાર-નવાર માથાકૂટ કરી મારામારી કરતા ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ

અહેવાલ - રહીમ લખાણી, રાજકોટ   જામકંડોરણાના સોડવદર ગામમાં અવાર-નવાર માથાકૂટ કરી મારામારી કરતા માથાભારે તત્વો, ઉપરાંત ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ઘાતક હથિયારોથી હુમલા કરતા, દારૂનો ગેરકાયદે વેપલો કરતા, ગૌચર - ખરાબાની જમીન...
rajkot   સોડવદર ગામમાં અવાર નવાર માથાકૂટ કરી મારામારી કરતા ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ
અહેવાલ - રહીમ લખાણી, રાજકોટ  
જામકંડોરણાના સોડવદર ગામમાં અવાર-નવાર માથાકૂટ કરી મારામારી કરતા માથાભારે તત્વો, ઉપરાંત ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ઘાતક હથિયારોથી હુમલા કરતા, દારૂનો ગેરકાયદે વેપલો કરતા, ગૌચર - ખરાબાની જમીન કબ્જે કરતા અને ચેક ડેમમાંથી કાંપ કાઢતા ખેડૂતોને રંઝાડતા લોકો સામે સ્થાનિક પોલીસનું કૂણુ વલણ હોવાથી રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરાઈ હતી. સોડવદર ગામના ગ્રામજનો આજે રાજકોટ SP કચેરીએ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી માથાભારે તત્વોના ત્રાસથી છુટકારો અપાવવા માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તા.25/10/2023 ના રોજ સોડવદર ગામમાં સરપંચની ચૂંટણી મામલે થયેલ ઝઘડાનો ખાર રાખી અતુલભાઇ છગનભાઇ આલોદરીયા ઉપર છ શખ્સોએ ધારીયા પાઈપથી હિંચકારો હુમલો કર્યો હતો. આ અંગે તા.તા.25/10/2023 ના રોજ જામકંડોરણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 57 વર્ષીય અતુલભાઇ આલોદરીયા (ઉ.વ.57)એ ફરિયાદમાં આરોપી તરીકે લખધીરસિંહ દીલુભા જાડેજા, જયેન્દ્રસિંહ દીલુભા જાડેજા, મહીપાલસિંહ વનરાજસિંહ જાડેજા, હરવિજયસિંહ જયદેવસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ દીલુભા જાડેજા, જયદેવસિંહ ખેંગારસિંહ જાડેજાનું નામ આપ્યું હતું. અતુલભાઈએ જણાવેલ કે, ગઇ તા.24/10/23 તેઓ ઘરેથી ઉપલેટા જવા નીકળેલા. ઝાંઝમેર રોડ પર આવેલ હનીફ અભેસૌરાની પ્યાસ હોટેલ પર ગયેલ તો ત્યા રજાકભાઈ કુરેશી, પ્રવીણભાઇ જાડેજા, દિલિપસિંહ ચુડાસમા, જોરૂભા જાડેજા બેઠા હતાં. દરમિયાન ત્યાં જયદેવસિંહ જાડેજા આવેલ અને ત્યારે પ્રવિણસિંહ જાડેજાએ તેમને ચા પીવાનું કહેતા જયદેવસિંહ જાડેજા અપશબ્દો કહેવા લાગેલા. જેથી બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે પછી અતુલભાઈ તા.25 ના બપોરે જામટીંબડી રોડે વાડીએથી પરત ઘરે જતા હતા ત્યારે મોડવદરીયુ ચેકડેમ પાસે લખધીરસિંહ, જયેન્દ્રસિંહ, રવિજયસિંહ, મહિપાલસિંહ લાકડી અને ધારીયા સાથે ઉભા હતાં હુમલો કર્યો હતો. આને મારી જ નાખો. તેમ કહેતા તેઓ ભાગીને બાજુની વાડીમાં જતા રહ્યા, તેની પાછળ જઈ ધારીયાથી હુમલો કરતા હાથમાં અને કાનમાં ઇજા પહોંચી હતી. જો હવે ચૂંટણી બાબતે માથાકુટ કરી છે તો તને મારી જ નાખવો પડશે તેવી ધમકી આપી આરોપીઓ નાસી છૂટ્યા હતા. બેભાન થઈ ગયેલા અતુલભાઈને 108 મારફતે પ્રથમ ધોરાજી અને બાદમાં જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવ બાદ ગ્રામજનોએ વિરોધ નોંધાવતા એસપીને રજુઆત કરી હતી કે, આરોપી તત્વો અવાર નવાર માથાકૂટ, ઝઘડા, બોલાચાલી કરે છે. ઉપરાંત ગામમાં દારૂનો ધંધો પણ કરે છે, આ તત્વોનો એવો ત્રાસ છે કે, ગૌચર - ખરાબાની જમીન કબ્જે કરી લીધી છે. ચેક ડેમમાંથી કાયદેસર રીતે દર વર્ષે ખેડૂતો કાંપ કાઢતા હોય છે. આરોપીઓ ખેડૂતોને પણ કાંપ ન કાઢવા દઈ ખોટી રીતે રંઝાડે છે. અગાઉ આવા કિસ્સા બનેલા છે. સ્થાનિક જામકંડોરણા પોલીસને આ બાબતની તમામ હકીકતની જાણ છે પણ આ તત્વોને છાવરી કોઈ કડક પગલાં લેવાતા નથી. જેથી આ તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરી આવા તત્વોથી ગ્રામજનોને કાયમી છુટકારો અપાવી ન્યાય અપાવે તેવી માંગ કરી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.