Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT: BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય મહાઅન્નકૂટનો આરંભ

અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ  રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરનાં રજત જયંતી મહોત્સવ ઉપક્રમે ભગવાનના મહાઅન્નકૂટ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે.જેનાં દર્શનનો લાભ ૧૩ અને ૧૪ નવેમ્બરના રોજ બે દિવસ સુધી સવારે ૮ થી રાત્રે ૯ સુધી શહેરીજનો પ્રાપ્ત કરી શકશે....
rajkot  baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય મહાઅન્નકૂટનો આરંભ

અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ 

Advertisement

રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરનાં રજત જયંતી મહોત્સવ ઉપક્રમે ભગવાનના મહાઅન્નકૂટ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે.જેનાં દર્શનનો લાભ ૧૩ અને ૧૪ નવેમ્બરના રોજ બે દિવસ સુધી સવારે ૮ થી રાત્રે ૯ સુધી શહેરીજનો પ્રાપ્ત કરી શકશે.

હિન્દુ સંસ્કૃતિની પવિત્ર પરંપરા

Advertisement

નવી ઋતુમાં તૈયાર થયેલું અન્ન ભગવાનને અર્પણ થાય ત્યાર પછી જ તેનો સ્વીકાર શ્રાય એ હિન્દુ સંસ્કૃતિની પવિત્ર પરંપરા રહી છે. એ પરંપરા અંતર્ગત પરમ પૂજય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી વિશ્વના ૫૫ દેશોનાં ૧૩૦૦ મંદિરોમાં સમક્ષ વિવિધ વાનગીઓના અન્નકૂટ રચવામાં આવે છે. રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરે આ વર્ષે ૪૫૦ જાતના વિવિધ મિષ્ટાન, ૩૦૦ જાતનાં વિવિધ ફરસાણ, ૧૦૦ જાતનું ભીનું મિષ્ટાન, ૨૦૦ જાતનાં ભીના ફરસાણ અને નાસ્તાઓ, ૪૯૫ જાતની ભીની વાનગીઓ, ૪૦૦ જાતની બેકરીની વાનગીઓ, ૧૪૦ જાતનાં આઈસક્રીમ અને કેન્ડી, ૨૮૦ જાતના મુખવાસ, અથાણાં અને ચીકી, ૮૦ જાતના સુકામેવા અને ફ્રુટ, ૫૫૫ જેટલા જ્યુસ, શરબત, લસ્સી, મિલ્કશેક અને સૂપ સહિત કુલ ૩૦૦૦થી અધિક વિવિધ વાનગીઓનો અન્નકૂટ નીલકંઠવર્ણી મહારાજ સમક્ષ અને મંદિર પર ઠાકોરજી સમક્ષ રચવામાં આવ્યો છે.

કળશમાં મિલેટસની અદભુત ગોઠવણી

Advertisement

આ મહાઅન્નકૂટમાં મિલેટસ પર નિમિત્તે સૌપ્રથમ કળશમાં મિલેટસની અદભુત ગોઠવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નમકીન, અનાજ, કઠોળ, ધાન્ય, મરી, મસાલા, તેજાના, ડ્રાયફ્રુટ, કપકેક, વગેરે વાનગીઓનાં ૮૦૦૦ જેટલા થાળ અવનવી ક્રિએટીવીટી સાથે ઠાકોરજીને ધરવામાં આવ્યા છે. આ તમામ વાનગીઓની તૈયારીઓ માટે છેલ્લા ૧૫ દિવસથી ડોક્ટર, સી.એ., ક્લાસ વન અધિકારી સહિતના ૨૦૦૦ સ્વયંસેવકો રાત દિવસ જોડાયા હતા. આ મહાઅન્નકૂટમાં મંદિરના મુખ્ય શિખર નીચે ધરાવવામાં આવેલ વિવિધ વાનગીઓમાંથી સૌપ્રથમવાર ચોકલેટમાંથી બનાવવામાં આવેલ મૂર્તિઓ, ચોકલેટનો ફુવારો, મમરા અને ફાયમ્સમાંથી બનાવેલ તોરણો દર્શનાર્થીઓનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મહાઅન્નકૂટની પ્રથમ આરતી પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર 

આ મહાઅન્નકૂટ ઉત્સવની પ્રથમ આરતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, પૂર્વ ગવર્નરશ્રી વજુભાઈ વાળા, કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, મ્યુનીસીપલ કમિશ્નરશ્રી આનંદ પટેલ, પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, ડીડીઓ શ્રી દેવ ચૌધરી, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, શ્રી મૌલેશભાઈ ઉકાણી તથા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, શાળા સંચાલકો અને મહાનુભાવોની હાજરીમાં ૧૦:૦૦ વાગ્યે સંપન્ન થઈ હતી.

બે દિવસ સુધી આરતીનો લાભ પ્રાપ્ત થશે

ત્યારબાદ દર કલાકે રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી બે દિવસ સુધી આરતીનો લાભ પ્રાપ્ત થશે. આ મહાઅન્નકૂટમાં ભગવાનને ધરાવેલ વાનગીઓ પ્રસાદરૂપે રાજકોટ શહેરનાં અનાથાશ્રમ, વૃદ્ધધાશ્રમ, બાલાશ્રમ, મુકબધીર આશ્રમ ઉપરાંત રાજકોટ જેલના કેદીઓ અને રાજકોટ શહેર તેમજ આસપાસના ગામડાઓમાં હજારો ભક્તો-ભાવિકોના ઘરોમાં પહોચાડવામાં આવશે.

ગોંડલમાં પણ ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો

પ્રગટ ગુરુહરિ પરમ પૂજય મહંતસ્વામી મહારાજની હાજરીમાં ગોંડલમાં પણ ખૂબ જ ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો અને પરમ પૂજય મહંતસ્વામી મહારાજે સૌ ભક્તો તને મને ધને સુખિયા થાય અને નૂતનવર્ષ સૌ કોઈ માટે યશસ્વી અને સુખદાયક નીવડે તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. રાજકોટ મંદિરમાં યોજાયેલ મહાઅન્નકૂટ ઉત્સવના આયોજનમાં રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, પૂ.અપૂર્વમુનિ સ્વામી, પૂ.મુનિપ્રિય સ્વામી, ભંડારી પૂ.ગુરુચિંતન સ્વામી, ૨૨ સંતો તથા ૨૦૦૦ જેટલા કાર્યકર્તાઓએ છેલ્લા એક મહિનાથી ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

૧૩ અને ૧૪ નવેમ્બર બે દિવસ સુધી રાજકોટના ભાવિક ભક્તોએ અત્યાર સુધી ન નિહાળેલ અને અતિભવ્ય એવા મહાઅન્નકૂટ ઉત્સવનાં દર્શનનો લાભ લેવા માટે રાજકોટ મંદિરનાં કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી અને પૂ.અપૂર્વમુનિ સ્વામીએ સર્વે ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.

આ પણ વાંચો - AIR POLLUTION: દિવાળી બાદ અમદાવાદ શહેરની હવા જોખમી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.