Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: મધુવન સ્કૂલ વિવાદમાં ફસાઈ, મંજૂરી વિના ચાલતા હતા ધોરણ 9-10ના ક્લાસ

ગોંડલ રોડ પર આવેલી મધુવન સ્કૂલ વિવાદમાં મધુવન સ્કૂલમાં મંજૂરી વિના ચાલતા હતા ધોરણ 9-10ના ક્લાસ મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1થી 8 સુધીની જ મંજૂરી છેલ્લા 10 વર્ષથી મંજૂરી વિના ચાલે છે ધોરણ 9-10ના ક્લાસ Rajkot: ગુજરાતમાં શિક્ષણ વારંવાર...
rajkot  મધુવન સ્કૂલ વિવાદમાં ફસાઈ  મંજૂરી વિના ચાલતા હતા ધોરણ 9 10ના ક્લાસ
  1. ગોંડલ રોડ પર આવેલી મધુવન સ્કૂલ વિવાદમાં
  2. મધુવન સ્કૂલમાં મંજૂરી વિના ચાલતા હતા ધોરણ 9-10ના ક્લાસ
  3. મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1થી 8 સુધીની જ મંજૂરી
  4. છેલ્લા 10 વર્ષથી મંજૂરી વિના ચાલે છે ધોરણ 9-10ના ક્લાસ

Rajkot: ગુજરાતમાં શિક્ષણ વારંવાર વિવાદમાં આવી રહ્યું છે. ક્યાંક નકલી કોલેજ ઝડપાય છે તો ક્યાંક નકલી શાળા! આખરે ક્યા સુધી બાળકોના ભવિષ્યા સાથે શા માટે રમતો રમવામાં આવે છે. રાજકોટ (Rajkot)માં વધુ એક નકલી સ્કૂલ સામે આવી છે. નોંધનીય છે કે, રોજકોટની મધુવન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અહીં ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલમાં મંજૂરી માત્ર 1 થી 8 ધોરણ સુધીની છે, પણ અભ્યાસ 9થી 10માં ધોરણનો પણ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: પોલીસની ગાડીમાં દારૂની મહેફિલ! જનતાએ પાડી રેડ અને પછી થઈ જોવા જેવી, જુઓ Video

જાગૃત નાગરિક દ્વારા નનામી અરજી કરવામાં આવી

ચોંકાવનારી વાત તો એ છે કે, છેલ્લા દસ વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે જાણ કેમ નહોતી? કારણ કે, એક કે બે વર્ષથી નહીં પરંતું 10 વર્ષથી મંજૂરી વિના ધોરણ 9 અને 10 નો અભ્યાસ થઈ રહ્યો છે તો હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? અહીં તો શિક્ષણ વિભાગ પણ શંકાના દાયરામાં આવી રહ્યું છે. આ તો જાગૃત નાગરિક દ્વારા નનામી અરજી કરવામાં આવી અને ઘટના સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો: Tarnetar: મેળાની ભવ્યતા અને પ્રભુતા ભૂલાઈ, ભાતીગળ મેળામાં સ્ટેજ પર થયો અશ્લીલ ડાન્સ!

Advertisement

ભણવાનું અહીં અને LC કોઈ અન્ય શાળામાંથી લેવાના!

આ શાળાને એકબાદ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના LC આપવામાં આવતા હોવાની ફરિયાદ થઈ છે. તેનો અર્થ એ થયો કે, ભણવાનું અહીં અને LC કોઈ અન્ય શાળામાંથી લેવાના! મોટો સવાલ તો એ પણ છે કે, અન્ય કઈ શાળા આવી રીતે LC આપે છે તે બાબતે પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ. એક તો મંજૂરી નથી અને ધોરણ 10 સુધી અભ્યા થાય તેની જાહેરાતના બોર્ડ પણ ઠેક ઠેકાણે લગાવવામાં આવ્યા છે. જો કે, મળતી જાણકારી પ્રમાણે અત્યારે ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: આ દેશમાં ફૂંકાશે 500 કિમીની ઝડપે Stormy Wind..!

Tags :
Advertisement

.