RAJKOT : રાજકોટ અને ગોંડલ પંથકમાં કમોસમી માવઠાનું આગમન
RAJKOT : રાજકોટ ( RAJKOT ) અને ગોંડલના કેટલાક વિસ્તારમાં વરસાદ આજરોજ કમોસમી માવઠાનું આગમન થયું હતું. રાજકોટ અને ગોંડલ સહિતના વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમા પલ્ટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાનું આગમન થયું હતું. આ કમોસમી માવઠાના કારણે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી કેટલીક બોરીઓ પલળી ગઈ હતી, જેના કારણે નુકશાન થવા પામ્યું હતું. પરંતુ મોટા ભાગનો પાક યાર્ડના શેડમાં હોવાથી તે પાણીમાં પલડવાથી બચ્યો હતો. રાજકોટ ( RAJKOT ) સાથે ગોંડલ તાલુકામાં પણ કઈક આવી જ પરિસ્થિતિ બની હતી.

ગોંડલ તાલુકાના દરેડી(કુંભાજી), શ્રીનાથગઢ, મોવિયા સહિતના અનેક ગામોમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમા પલ્ટો આવ્યો હતો. કોટડા સાંગાણીમાં ભારે પવન સાથે મિની વાવાઝોડાનો માહોલ સર્જાયો છે. તો અમુક વિસ્તારોમા વરસાદી ઝાપટા પણ પડ્યા છે. તાલુકાના માણેકવાડા, રાજગઢ, માંડવા, વડિયા સહિતના ગામોમા કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં 1 થી 2 ઈંચ વરસાદ
આજી-૨ ડેમના હેઠવાસમાં આવેલા ગામોના ખેડૂતોને આ ચેતવણી
રાજકોટ ( RAJKOT ) જિલ્લાનો આજી-૨ ડેમ હાલ તેની સંપૂર્ણ સપાટી 73.76 મીટર એ ભરાઈ ગયેલ છે તથા આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી સંદર્ભે કોઈ પણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે એમ છે, આથી ડેમની હેઠવાસમાં આવેલા ગામોના ખેડૂતોએ તથા અન્ય નાગરિકોએ નદીના પટના વિસ્તારમાં અવરજવર ન કરવા નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પેટા વિભાગ નં-૧, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આ સાથે ગુજરાતના અન્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદનું ઝાપટું જોવા મળ્યું હતું. અમરેલીના વડીયા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને તેના સાથે સાથે કરા પણ વરસ્યા હતા. ડાંગ જિલ્લામાં પણ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
આ પણ વાંચો : CHHOTA UDEPUR : બોગસ સિંચાઇ કચેરી કૌભાંડના મુખ્ય સુત્રધાર સંદીપ રાજપુતનું જેલમાં થયું મોત, વાંચો અહેવાલ