Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં ફરી એકવાર વરસાદની આગાહી

હવામાન વિભાગ (IMD) દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદના બીજા રાઉન્ડની આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને 7 અને 8 જુલાઈ એ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં...
surat   સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં ફરી એકવાર વરસાદની આગાહી

હવામાન વિભાગ (IMD) દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદના બીજા રાઉન્ડની આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને 7 અને 8 જુલાઈ એ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

પ્રિમોનસુન કામગીરી સામે પ્રશ્નાર્થ

જો કે બુધવારે વરસાદે સુરતને (Surat) પાણી પાણી કરી નાખ્યું હતું. બુધવારે સતત મોડી રાત થી વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાની ફરિયાદ ઉઠી હતી. તો ઠેર ઠેર પડેલા ખાડા ખાબોચિયાએ સુરત મહાનગરપાલિકાની (SMC) પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી હતી. ધોધમાર વરસાદ વરસ્ય બાદ કતારગામ, અઠવા ઝોન અને વરાછાના કેટલાંક વિસ્તારોમાં દોઢથી બે ફૂટ જેટલા વરસાદી પાણીનો ભરાવો થયો હતો

બુધવારે વહેલી સવારથી જ વરસાદ શરૂ

હાલ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં બે દિવસના વિરામ બાદ પધારેલા મેઘરાજાની મહેર બાદ પણ બફારાની સ્થિતિમાં ઘટાડો નોંધાયો હતો,બે દિવસ ના વરસાદ ના વિરમ બાદ તંત્ર સહિત નાગરિકો હાશકારો અનુભવ્યો હતો જો કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે ગઈ કાલે એટલે કે બુધવાર ની વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શરુઆત થઈ હતી.

Advertisement

લોકોને ભારે હાલાકી

ગણતરીના કલાકોમાં જ શહેરમાં અનેક વિસ્તારો અને રસ્તાઓ પાણીથી તરબતર થઈ ઉઠ્યા હતા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી બે દિવસથી ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ રાહત અનુભવી હતી.સુરત શહેર ના વરાછા,અશ્વની કુમાર રોડ, ભટાર અલથાણ, વેસુ, પાલ, અડાજણ,રાંદેર, ઉધના, અને ક્તારગામ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો,બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ઍન્ટ્રી કરતા સવારે સ્કુલ, નોકરી તેમજ કામ ધંધા ઉપર જવા માટે નિકળેલા લોકો અટવાયા હતા. વરસાદને કારણે છવાયેલા અંધાર ભર્યા વાતાવરણમાં મહાન ચાલકોની ગતિ ધીમી પડી હતી,

ક્યાં કેટલો વરસાદ

વરસાદના આંકડા ઉપર એક નજર કરીએ તો વરાછાએ ઝોનમાં 28 મી.મી., વરાછા B ઝોનમાં 31 મી.મી., લિંબાયત ઝોનમાં 7 મી.મી., અઠવા ઝોન 11 મી.મી. સેન્ટ્રલ ઝોનમાં 14 મીમી., રાંદેર ઝોનમાં એક ઇંચ, કતારગામ ઝોનમાં 42 મી.મી એટલે કે પોણા બે ઇંચ,જ્યારે ઉધના ઝોનમાં 17 મી.મી. વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત સુરત જિલ્લામાં નહિવત વરસાદ નોંધાયો છે.

Advertisement

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો : આજથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.