Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાષ્ટ્રધ્વજ કચરાપેટીમાં રજડતો જોવા મળતા તિરંગાની ગરીમાને લઈ ઉઠ્યા સવાલો

અહેવાલ - પીન્ટુ પટેલ ડભોઇ જૂની શાકભાજી માર્કેટ પાસે આવેલા કચરાપેટીમાં ભારત દેશની આનબાન અને શાન ગણાતો તિરંગો રજડતા જોવા મળ્યો હતો. જે તિરંગા માટે આપણા જવાનોએ કુર્બાની આપી દીધી આ તે જવાનો અને આપણા ક્રાંતિકારોનું હળહળતું અપમાન બરોબર છે....
09:31 PM Oct 07, 2023 IST | Hardik Shah

અહેવાલ - પીન્ટુ પટેલ

ડભોઇ જૂની શાકભાજી માર્કેટ પાસે આવેલા કચરાપેટીમાં ભારત દેશની આનબાન અને શાન ગણાતો તિરંગો રજડતા જોવા મળ્યો હતો. જે તિરંગા માટે આપણા જવાનોએ કુર્બાની આપી દીધી આ તે જવાનો અને આપણા ક્રાંતિકારોનું હળહળતું અપમાન બરોબર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 26 મી જાન્યુઆરી 2002 થી જન સામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દિવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાની છૂટ આપવામાં આવી છે. ભારત સરકારે આપેલી છૂટછાટ મુજબ તિરંગાનું સન્માન પૂર્વક ઉપયોગ કરી શકાય છે. સાથે સન્માન અને વિધિવત રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશપ્રેમ વ્યક્ત કરવો એ દરેક નાગરિકનો અધિકાર છે અને તે દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. પરંતુ રાષ્ટ્રધ્વજની જાળવણી માટે ધ્યાન રાખવા માટે ઘણા પારંપરિક નિયમો જ છે. પરંતુ બધા નિયમોને નેવી મૂકી નાગરિકો દ્વારા રાષ્ટ્રીય અવસર પૂરું થયા પછી રાષ્ટ્રધ્વજની સાર સંભાળ અને સન્માન ન જાળવતા રાષ્ટ્રધ્વજ કચરાપેટીમાં અથવા તો રોડ રસ્તા ઉપર રજળતા કરી દેવાતા દેશની આનબાન શાન અને ગરીમાને ઠેશ પહોંચતી હોય છે. જેને લઇ દરેક ભારતના નાગરિકે દેશ અને રાષ્ટ્રધ્વજની ગરીમાને ધ્યાને લઈ આવી કલંકિત પ્રવૃત્તિ થતા અટકાવવા સઘન પ્રયાસો કરી રાષ્ટ્રધ્વજની સન્માનપૂર્વક જાળવણી કરવી જોઈએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DabhoiDabhoi Newsdignity of the Indian FlagIndian Flagold vegetable market in Dabhoi
Next Article