મુસ્લિમ યુવક અમદાવાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, વીડિયો કોલના મારફતે....
- આરોપી પોતાની આંગળીઓના ઈશારે યુવતીનું શોષણ કરતો
- બાલાચાલી થતાં શાહિલે તેને હાથ પર સિગારેટનો ડામ દીધો
- Ahmedabad ગ્રામ્ય પોલીસે આરોપી સાહિલની ધરપકડ કરી
Pune Crime Case : Ahmedabad શહેરમાં વિધર્મી યુવક અને તેના મિત્રે સાથે મળીને યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. તો મૂળ પુણેના ફ્રૂટની લારી ચલાવતા સાહિલ અહેમદ નામના યુવકે તેના ભાઈ સાથે મળીને Ahmedabad ની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. તો યુવતી પુણેથી Ahmedabad આવી ગયા બાદ પાંચ વર્ષ સુધીનો સમય તેને ફસાવવા માટે રાહ જોઈ હતી. અંતે Ahmedabad ની અંદર યુવતી આ યુવકના પ્રેમમાં ફસાઈ ગઈ હતી.
આરોપી પોતાની આંગળીઓના ઈશારે યુવતીનું શોષણ કરતો
તો સાહિલ અહેમદે યુવતીને એ હદ સુધી વશમાં કરી લીધી હતી કે યુવતીના તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને ગુપ્ત પાસવર્ડ સહિતની બાબતોને માહિતી મેળવી આરોપી પોતાની આંગળીઓના ઈશારે યુવતીનું શોષણ કરતો હતો. પુણેનો સાહિલ વિડિયો કોલ કરી યુવતીને સીગારેટ પીવાનું કહેતો અને તેના કપડાં ઉતારવાનું કહેતો.તો એ પ્રમાણે યુવતી કરતી પણ હતી. છેલ્લા છ મહિનાથી અને તેની માતા પાસેથી બ્લેકમેલ કરીને 90 હજારથી વધારેની રકમ પડાવી લીધી હતી. જોકે અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે બોપલ પોલીસે પૂણેથી આરોપી સાહિલની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો: Gandhiji: ગૂજરાત વિદ્યાપીઠમાં 155મી ગબધી જયંતીની ભવ્ય અને ભાવસભર ઉજવણી
બાલાચાલી થતાં શાહિલે તેને હાથ પર સિગારેટનો ડામ દીધો
આ કિસ્સામાં ફરિયાદી માતાની દીકરી પૂણેમાં વર્ષ 2018 માં ધોરણ 10 નો અભ્યાસ કરતી હતી. તો શાળામાં અભ્યાસ કરતી હતી, ત્યારે તેના એક મુસ્લિમ મિત્રએ તેના જ ભાઈને પિડીત યુવતીનો ફોટો બતાવીને મિત્રતા કરવા માટે કહ્યું હતું. જે બાદ આરોપી સાહિલે મિત્રતા કરવા માટે લાંબો સમય રાહ જોઈ અંતે મોકો મળતા ઇન્સ્ટાગ્રામ પર તેનો સંપર્ક કરી નંબર મેળવી મિત્રતા બાંધી હતી. તો મિત્રતા થયા બાદ ગયા વર્ષે ક્રિસમસ પર 8 દિવસ માટે ગોવા ટ્રેકીંગ કેમ્પમાં પણ ગઈ હતી. જોકે યુવતી સમયસર કેમ્પમાં પહોંચી ન હતી, જેથી તેના માતા-પિતાને જાણ કરાઈ અને તેઓ પણ ગોવા પહોંચ્યા હતાં.
Ahmedabad ગ્રામ્ય પોલીસે આરોપી સાહિલની ધરપકડ કરી
ગોવા પહોંચતા દીકરીના હાથ પર ડામના નિશાન હતાં. જે બાબતે પૂછતા યુવતીએ જણાવ્યું કે તે ઇન્સ્ટ્રાગ્રામથી પૂણેના સાહિલ અહેમદ ઈબ્રાહીમ સતારકર સાથે સંપર્કમાં હતી. પોતે ગોવા આવી હોવાનું સાહિલને જણાવતા તે પણ મળવા માટે ગોવા આવી ગયો હતો. આખો દિવસ સાહિલ સાથે જ હતી, જ્યાં તેની સાથે બાલાચાલી થતાં શાહિલે તેને હાથ પર સિગારેટનો ડામ દીધો હતો. યુવતી પરત Ahmedabad આવી જતા સાહિલ તેને વારંવાર કોલ કરી અને ન્યુડ વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતો હતો. ત્યારે Ahmedabad ગ્રામ્ય પોલીસે આરોપી સાહિલની ધરપકડ કરીને યુવતીને ફસાવવા પાછળ કોઈ ષડયંત્ર છે કે કેમ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Surat : એવો ભેજાબાજ જેને વિવિધ APPs થી કરી રૂ.1.89 કરોડની છેતરપિંડી! પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા