વટવા GIDC માં ફેઝ-૧ ના સકુંલમાં ગ્રાહક સુરક્ષા અંગે જનજાગૃતિ કાર્યક્રમ
ભારત સરકારના ગ્રાહક સુરક્ષા અને કન્ઝ્યુમ વિભાગના સચિવ શ્રી રોહિત કુમાર સિંઘ IASની ઉપસિથ્તી અને માર્ગદર્શનમાં વટવા GIDC માં ફેઝ-૧ ના સકુંલમાં ગ્રાહક સુરક્ષા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
તોલમાપ અને ગ્રાહકના હકો અને ભારત સરકારના વિવિધ તોલમાપ અંગેના કાયદાઓ અને નવા નિયમો અંગે ગુજરાતભરના તોલમાપ સાથે સંકડાયેલા એકમો અને સંસ્થાઓને ભારતભરની સંસ્થાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી જોડાઈને જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી
જેમાં 17 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે વટવા GIDC ફેઝ-1 ના પ્લોટ નંબર 14માં ગુજરાત સરકારના સચિવ મીના સાહેબ શ્રી અને તુષાર ધોળકિયા સાહેબ શ્રી સહિત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગાંધીનગર અને અમદાવાદના તમામ અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
સચિવે જાણકારી સાથે માર્ગદર્શન આપ્યું
તોલમાપ અને ગ્રાહક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે રૂબરૂમાં વિવિધ તોલમાપ અને ગ્રાહકોની બાબતો અંગે સ્થળ પર ભારત સરકારના સચિવે જાણકારી સાથે માર્ગદર્શન આપ્યું હતું.
સરકારના અનેકવિધ કાયદાઓનું સુદાઢતાથી અમલીકરણ
બદલાતા સમયમાં ગ્રાહકોના હિતો જાળવવા અને તેમના હકોનું રક્ષણ કરવા ભારત સરકારના અનેકવિધ કાયદાઓનું સુદાઢતાથી અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે દેશના છેવાડાનો કોઈપણ ગ્રાહકને તે અંગેના લાભોથી વંચિત ના રહી જાય તેનો અનુરોધ તોલમાપ સંસ્થાઓના પ્રતિનિધિઓને હાકલ કરી હતી.
માલિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હોલમાં હાજર
કેન્દ્ર સરકાર પણ આગામી 2047ના વર્ષને ધ્યાનમાં રાખીને આઝાદીના શતાયુ પ્રસંગે વિશ્વમાં ભારત ગ્રાહકોના હકો અને તેમને મળનારા વિવિધ લાભો સાથે સુસંગત બને તે જોવું આપણા સૌ કોઇની નૈતિક ફરજ બનવી જોઈએ. સચિવ શ્રી વટવા ખાતેની ભારત સરકારની લેબોરેટરીમાં વિવિધ તોલમાપ સહિતના આધુનિક ઉપકરણો અને વિવિધ સંસાધનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પસંગે વિવિધ તોલમાપ એકમો ધરાવતા સંચાલકો અને ફેકટરી માલિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હોલમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - DRUGS : મલેશિયાના શેલો નામના શખ્સ પાસે ડ્રગ્સની ક્વોલિટી ચેક કરાવાતી..