Sabarkantha : હિંમતનગરમાં પેલેસ્ટાઇન તરફી સુત્રો લખાતા ચકચાર
Sabarkantha : લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેટલાક અસામાજીક તત્વોએ Sabarkantha હિંમતનગર (Himmatnagar) એ ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક મંદિર નજીકથી પસાર થતા રેલ્વે અંડરબ્રીજમાં પેલેસ્ટાઇન તરફી લખાણો દિવાલ પર લખતાં ચકચાર મચી ગઇ છે. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
શહેરની શાંતિને પલિતો ચાંપવાનો હિન પ્રયાસ કર્યો
આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ Sabarkantha ના હિંમતનગરમાં સહકાર હોલ પાસે આવેલ એક મંદિરની આસપાસ છેલ્લા કેટલાક સમયથી વિપરીત માનસિકતા ધરાવતા શખ્સો મોડે સુધી અહીં આંટા મારે છે. દરમિયાન મંગળવારે રાત્રે રેલવે અંડરબ્રીજમાં આંતકી પ્રવૃત્તિની વિચારધારા ધરાવતા કેટલાક અસામાજીક તત્વોએ પેલેસ્ટાઇન તરફી સુત્રો લખીને શહેરની શાંતિને પલિતો ચાંપવાનો હિન પ્રયાસ કર્યો છે.
પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માગ
સહકાર હોલ પાસેના અંડરબ્રીજમાં લખેલા લખાણો સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. એટલુ જ નહી પણ અનેક લોકો એવું માને છે કે, ચૂંટણી આવી રહી છે ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા થઇ રહેલી પ્રવૃત્તિને અટકાવવા માટે જિલ્લા પોલીસ તંત્રએ સત્વરે કાર્યવાહી કરવી જોઇએ પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવે અને જરૂર પડે આવા તત્વોને પકડી પાઠ ભણાવવો જોઇએ તે સમયની માંગ છે.
અહેવાલ---યશ ઉપાધ્યાય, હિંમતનગર
આ પણ વાંચો----- Ahmedabad : નશો કરવા માટે રુપિયા ના હોવાથી 2 શખ્સોએ લૂંટ ચલાવી
આ પણ વાંચો---- Sabarmati Jail : મહિલા જેલમાંથી સીમકાર્ડ મળ્યું, આરોપી કોણ બનશે ?
આ પણ વાંચો---- VADODARA : નવદંપતિ વચ્ચે જૂતા ચોરીની રસમ બાદથી શરૂ થયો ખટરાગ, પતિએ કેનેડા ગયા બાદ તરછોડી
આ પણ વાંચો---- VADODARA : SMC એ બુટલેગરનું ભોંયરૂ ખાલી કર્યું
આ પણ વાંચો---- Valsad Crime Story: વલસાડના કોસ્ટલ હાઈવે પર સર્જાયો અકસ્માત, દારૂ ભરેલી કારે રાહદારીને અડફેટે લીધો