સુરત કાપડ ઉદ્યોગમાં પડતી તકલીફોને દૂર કરવા મથામણ, નવી પ્રણાલીથી ચૂંટણી યોજવાનું આયોજન
કાપડ ઉદ્યોગમાં મળેલી બેઠકમાં ફોસ્ટા ચૂંટણી કમિટિની આજે એક અગત્યની બેઠક મળી હતી. જેમાં ચૂંટણી કઈ રીતે કરવી જૂના નિયમ પ્રમાણે કે પછી નવા નિયમ પ્રમાણે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે કમિટિ દ્વારા બંન્ને પદ્ધતીથી ચૂંટણી ટાળી નવી પ્રણાલીથી ચૂંટણી કરવાનું આયોજન કરાયું છે. આગામી દિવસોમાં કાપડ ઉદ્યોગમાં ફોસ્ટા ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઉપરાંત જૂન મહિનાના અંત સુધીમાં ચૂંટણી આટોપી લેવાની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હાલ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશનના હોદ્દેદારોની પસંદગી માટેની તૈયારીઓ ચાલી રહી છે.
ફોસ્ટાની ચૂંટણીમાં કાપડ વેપારી જ ઉમેદવારી નોંધાવી શકે એ રીતનું આયોજન કરાયું છે. ખાસ કરીને કાપડ માર્કેટના પ્રમુખ અને મંત્રી જ વોટ આપી શકશે તેવી જાહેરાત કરાઈ છે. ફોસ્ટાની ચૂંટણીમાં કુલ 41 ડિરેક્ટરના પદની ચૂંટણી કરવા તૈયારી શરૂ કરાઇ છે. ખાસ કરીને સુરતના પ્રખ્યાત એવા બેગમવાડી, રિંગરોડ ઝોન, સારોલી ઝોન અને કમેલા દરવાજા ઝોન, સાથે સાલાસર ઝોન માર્કેટોમાં વારાફરતી ચૂંટણી યોજાશે. કુલ 41 ડિરેક્ટરોના પદ માટે ચૂંટણી યોજાશે. ટેક્સટાઈલ વેપારી સિવાયના ઉમેદવારી નોંધાવી શકશે નહીં. સુરતમાં અંદાજે 180 થી વધુ કાપડ માર્કેટ આવેલી છે. એમાં પણ જિલ્લા માં પ્રવેશતા સારોલી ખાતે કાપડ માર્કેટનો વ્યાપ વધ્યો છે.
સુરતના કાપડ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા કાપડ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ 2015 પછી સુરતમાં ફોસ્ટાની ચૂંટણી યોજાઈ નથી, જેનાથી કેટલીક કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા મનમાની કરવામાં આવે છે. જેનો લાંબા સમયથી વિરોધ પણ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આ વખતે યોજાનારી ચૂંટણીમાં નવા નિયમો લાગુ થાય એવી પણ કાપડ વેપારીઓ દ્વારા માંગ ઉઠી છે. સાથે જ ફોસ્ટા એટલે કે (ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન) ની ચૂંટણી યોજાય અને હવે આગામી દિવસોમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે. વિવાદોમાં રહેલી ફોસ્તાં ચૂંટણી અંગેની કામગીરી શરૂ થતાં તમામ વેપારીઓનું ધ્યાન ખેચ્યું છે. હાલ કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી બાજુ જોઈએ એટલા ઓર્ડર નહીં મળતા કાપડ વેપારીઓ નિરાશ થયા છે.
આ પણ વાંચો - સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર મહિલાઓ પાણી મુદ્દે બની રણચંડી, રસ્તા પર કર્યો ચક્કાજામ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - રાબિયા સાલેહ