Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Janmashtami : કનૈયાના જન્મોત્સવને વધાવવા માટે ગોંડલ ગોકુળિયું બન્યું 

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ નંદલાલા કનૈયાના જન્મોત્સવને વધાવવા માટે ગોંડલ ગોકુળીયુ બન્યું છે. ગોંડલ શહેર જન્માષ્ટમીની તહેવારની ઉજવણીના રંગે રંગાઇ ગયું છે. આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે શહેરમાં ઠેકઠેકાણે ફલોટસ બનાવવામાં આવ્યા છે. જે સાતમના સાંજ થી દર્શન ભક્તો માટે ખુલ્લા...
janmashtami   કનૈયાના જન્મોત્સવને વધાવવા માટે ગોંડલ ગોકુળિયું બન્યું 
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ
નંદલાલા કનૈયાના જન્મોત્સવને વધાવવા માટે ગોંડલ ગોકુળીયુ બન્યું છે. ગોંડલ શહેર જન્માષ્ટમીની તહેવારની ઉજવણીના રંગે રંગાઇ ગયું છે. આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે શહેરમાં ઠેકઠેકાણે ફલોટસ બનાવવામાં આવ્યા છે. જે સાતમના સાંજ થી દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગો ચોકમાં ભવ્ય લાઇટિંગ સહિતનો શણગાર કરવામાં આવ્યો છે. અનેક અલગ અલગ થિમ્સ પર ફ્લોટ્સ બનાવાયા છે. શહેરમાં જન્માષ્ટમીને લઈને કાન ગોપી, રાસ ગરબા, મટકીફોડ સહિતના અનેક કાર્યક્રમ યોજાશે.
8 વર્ષથી લાઇટિંગનો અનોખો શણગાર 
ગોંડલ ભોજરાજપરા 22 / 13 પર ૐ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લાઇટિંગનો શણગાર કરવામાં આવે છે. છેલ્લા 16 વર્ષ થી આ ગ્રુપ અહીં અલગ અલગ ફ્લોટ્સ બનાવે છે. આ ગ્રુપ માં 25 જેટલા સભ્યો કાર્યરત છે. આ ગ્રુપ છેલ્લા 8 વર્ષ થી અલગ અલગ લાઇટિંગનો અનોખો શણગાર કરે છે. ડેકોરેટિવ લાઇટિંગ સહિતની અલગ અલગ થિમ્સ પર લાઇટિંગનો શણગાર કરવામાં આવે છે. સાતમ અને આઠમની સાંજે આ લાઇટિંગના શણગાર જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડે છે. અનેક લોકો પોતાના મોબાઈલના કેમરામાં આ શણગાર ની આહલાદક તસવીરો ક્લિક કરે છે.
શિવ ગ્રુપ છેલ્લા 25 વર્ષથી અવનવા શણગાર તૈયાર કરે છે
ભોજરાજપરા માર્ગ નંબર 13 પર શિવ ગ્રુપ છેલ્લા 25 વર્ષ થી અવનવા શણગાર સાથે ફ્લોટ્સ બનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે શિવ ગ્રુપ ના 25 વર્ષ પુરા થયા છે. શિવ ગ્રુપ ના 30 જેટલા સભ્યોએ દ્વારા ભવ્ય લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે આ વર્ષે આદિ યોગીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
લાઇટિંગ, થિમ્સ અને ફૂલોથી અલગ અલગ સુશોભન કરાયા.
ગોંડલ શહેરમાં માંડવી ચોક, નાની મોટી બજાર, ભોજરાજપરા, ચોકસીનગર, સહિતના મુખ્ય માર્ગો પર લાઇટિંગ, અલગ અલગ થિમ્સ અને ફૂલોથી અલગ અલગ સુશોભન કરાયા છે. રાજકોટ - જેતપુર - અમદાવાદ - સહિત ના શહેરો માંથી લોકો આ  સાતમ-આઠમના તહેવાર ઉપર ખાસ શોભાયાત્રા જોવા માટે ગોંડલ આવી પહોંચે છે.
Advertisement
Tags :
Advertisement

.