Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Panchmahal: કાલોલના વેજલપુર સીમલિયા રસ્તો બન્યો બિસ્માર

અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ   પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર થી ચલાલી જતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે, વેજલપુર થી ચલાલી, કરોલી, રિછીયા સહિત 20 થી 25 ગામને અને ચાર તાલુકાને જોડતો મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે,...
08:18 PM Jul 03, 2023 IST | Hiren Dave

અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ

 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર થી ચલાલી જતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે, વેજલપુર થી ચલાલી, કરોલી, રિછીયા સહિત 20 થી 25 ગામને અને ચાર તાલુકાને જોડતો મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે આ માર્ગ પર રોજના હજારોની સંખ્યામાં પસાર થતા નાના મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તે સાથે જ આ ખખડધજ રસ્તાના કારણે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં દર્દીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ખખડધજ માર્ગ થવાના કારણે આરોગ્ય ને લગતા વાહનો સમયસર નહિ આવતા દર્દીઓને સમયસર સારવાર મળતી ન હોવાના કારણે કેટલાક દર્દીઓનો મૃત્યુ થયા છે અને રોજેરોજ અવર જવર કરતો વર્ગ પણ આ ખાડાઓ થી હેરાન પરેશાન છે, ત્યારે આ મુખ્ય માર્ગ પર પડેલ ખાડાઓ માં પૂરણ કરી મરામત કરવામાં આવે તેવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુરથી ચલાલી, કરોલી અને સીમલીયા ગામને જોડતો માર્ગ ખખડધજ બન્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડતા માર્ગનો નવીનીકરણ કરવામાં આવે તેવી માટે માંગ ઉઠી છે. હાલ ચોમાસાની ઋતુમાં માર્ગ ઉપર પડેલા જોખમી ખાડામાં પાણી ભરાઈ જતા આ મુખ્ય માર્ગ પરથી અવર જવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે,તેમજ વરસાદી પાણી માર્ગ પડેલ મસમોટા ખાડામાં ભરાઈ જતા ખાડા દેખાતા નથી જેના કારણે નાના મોટા વાહનો ખાડામાં ખાબકતાં અકસ્માતો સર્જાય છે અને વાહનોને બહુ મોટા પાયે નુકસાન પણ થઈ રહ્યું છે તેમજ આ મુખ્ય માર્ગના ખાડાઓ પ્રસૂતા માટે જોખમી બન્યા છે તો કમરના દર્દીઓ માટે પણ પીડા વધારી રહ્યા છે.

આ ખખડધજ બિસ્માર રસ્તાના કારણે ગ્રામજનો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. વેજલપુરથી ચલાલી સીમલીયા ગામને જોડતો આ ડામર રસ્તો કરોડો રૂપિયાના ખર્ચે પહોળો બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રસ્તો થોડાક સમયમાં જ તૂટી ગયો હતો. ત્યારબાદ તેને સમયાંતરે હલકી ગુણવત્ત વાળું મટીરીયલ વાપરીને રીપેરીંગ કરીને લીપાપોતી કરીને છોડી દેવામાં આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે સંબધિત તંત્ર ને રજુઆત કરવામાં આવતા આજદિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી હોવાનું ગ્રામ જનો કહી રહ્યા છે, આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો અને ચલાલીના ગ્રામજનો કરી રહ્યા છે અને વહેલી તકે રસ્તો બનાવમાં નહિ આવે કે મરામત કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.

કાલોલના વેજલપુર ગામથી 4 તાલુકાને જોડતો રસ્તો બન્યો મોત સમાન
વેજલપુરથી ચલાલી, કારોલી સહિત 20 થી 25 ગામને અને 4 તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ ખખડધજ બનતાં લોકો રાહદારીઓ માટે મોત બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાયેલ છે, આ મુખ્ય માર્ગ પરથી રોજેરોજ હજારો રાહદારીઓ અવર જવર કરતા હોય છે, વેજલપુર , ચલાલી, સીમલીયા ગામને જોડતો આ માર્ગ બિસ્માર બની જતા આ માર્ગ ઉપર આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો કે જેનો મુખ્ય વ્યવહાર વેજલપુર અને સીમાલિયા સાથે છે, તેઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તાપર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે ગ્રામ જનોને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓનો લાભ ઝડપી મળતો નથી, તો કેટલાક દર્દીઓને સમયસર સારવાર નહિ મળતા રસ્તામાં જ મોત નીપજ્યું હોવાનું ગ્રામ જનો જણાવી રહ્યા છે, વેજપુરથી ચલાલી વચ્ચેનો અંતર 10 કિમિ છે પરંતુ રસ્તાઓમાં પડેલ મસમોટા ખાડાઓ ના કારણે આ 10 કિમિ અંતર કાપવા માટે 1 કલ્લાક જેટલો સમય લાગે છે, ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચલાલી ગામના ગ્રામ જનોનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નેતાઓ માત્ર ચૂંટણીઓમાં પ્રચાર પ્રસાર કરવા માટે આવતા હોય છે, પછી કોઈ આવતું નથી, ત્યારે ગામના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ હોય કે મજૂર વર્ગને અવર જવર કરવા તેમજ નાના મોટા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને આ રસ્તામાં પડેલા ખાડામાં નાના મોટા અકસ્માત સર્જાતા ઇજા પણ થયેલ હોવાનું ગ્રામ જનો જણાવી રહ્યા છે, ત્યારે તંત્ર જાને કે ઘોર નિદ્રામાં હોય તેમ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ બેઠી હોય તેમ આ સ્થિતિમાં રસ્તાની હાલત દયનિય બની જતા ગ્રામ જનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વાહન ચાલકોને અકસ્માતનો ભય

વેજલપુર થી ચલાલી કરોલી સહિત ચાર તાલુકાને જોડતો માર્ગ એકદમ બિસ્માર હાલતમાં હોય જેના કારણે વાહન ચાલકોના વાહનો પસાર થતી વખતે આ બિસ્માર રસ્તાના ખાડામાં ખુપી જતા હોય છે કે અકસ્માતની ઘટના બનતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયેલ હોય આ રસ્તાને રીપેર કરવા સ્થાનિક ગ્રામનોએ સંબધિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી અને સ્થાનીય ધારાસભ્ય ને અનેક વાર રજુઆત કરવા છતાં તંત્રના બેહરા કાને પ્રજાની વેદના સંભાળતી ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, આજદિન સુધી રસ્તા પર પડેલ ખાડાની મરામત કરવામાં આવી નથી કે સંબધિત તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવામાં આવી ન હોવાના કારણે આ ખાડાઓમાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે ગ્રામજનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને માર્ગ નું નવીનીકરણ કરવામાં આવે તેવું વાહનચાલકો અને ચલાલી ગ્રામજનો માંગ કરી રહ્યા છે, જો વેહલી તકે રસ્તાનું સમારકામ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી આંદોલન પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે

આપણ  વાંચો - નર્મદા નદીના બ્રિજ નીચે પ્રેમી પંખીડાઓના ચેનચાળાઓથી લોકો પરેશાન

 

Tags :
Kalolmain roadpanchmahalRoads are bad in rainThe road is awfulVejalpur
Next Article